પ્રભાસ પાટણમાં મૃતકની જમીન પચાવી પાડવાના ગુનામાં ચાર સામે ફરિયાદ

05 August 2021 01:51 PM
Veraval Crime
  • પ્રભાસ પાટણમાં મૃતકની જમીન પચાવી પાડવાના ગુનામાં ચાર સામે ફરિયાદ

સુત્રાપાડાના લોઢવા ગામે એટીએમ તોડી ચોરીનો પ્રયાસ

વેરાવળ તા.5
પ્રભાસ પાટણ ખાતે મૃતકની જમીન પચાવી પાડવા ખોટા દસ્તાવેજો બનાવેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાયેલ છે. આ અંગે પોલીસે તલાટી કમ મંત્રી સહીતના સામે જમીન પચાવી પાડવા પ્રતિબંધ કાયદા હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે. આ અંગે ઇબ્રાહીમ અલારખા ગોહેલે નોંધાવેલ પોલીસ ફરીયાદમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઇબ્રાહીમના પિતા અલારખા ઉંમર ના નામે સર્વે નં. 665, 677 માં જમીન આવેલ હોય તે જમીન પચાવી પાડવા (1) અનીશાબેન ઇરફાનભાઇ રહે.બોટાદ (2) ખોટુ પેઢીનામું બનાવનાર તલાટી કમ મંત્રી રહે.દેરડી, તા.રાણપુર (3) પંચ સાહેદ તરીકે ઓળખ આપનાર મહમદ હાજી ખોરજીયા રહે.દેરડી, તા.રાણપુર (4) હુસેન હૈયાત પરાસા રહે.દેરડી, તા.રાણપુર સહીતનાએ ખોટુ વારસાઇ નોંધ અંગેનું સોગંધનામું, પેઢીનામું સહીતના દસ્તાવેજો ખોટા બનાવી સોગંદનામામાં સાક્ષી તરીકે ખોટી ઓળખ આપી જમીન પચાવી પાડવા મામલતદાર કચેરીમાં ખોટા દસ્તાવેજોને સાચા તરીકે ઉપયોગ કરેલ હોવાની ફરીયાદ નોંધાવેલ છે.

ઉપરોકત જમીન મેદુભાઇ નામની વ્યકિતએ આવી વેચવાની છે તેથી જોવા આવ્યા છીએ તેવું કહેતા સમગ્ર હકીકત બહાર આવેલ જેમાં તપાસ કરતા બોટાદ રહેતી અનીસાબેન ઇરફાનભાઇ એ અલારખાભાઇ ગત તા.31-5 ના અવસાન પામેલ હોય તેના વારસદાર તરીકે અનીસાબેન હોવાની નોટીસની બજવણી કરી ઇન્ચાર્જ મામલતદાર એ ખોટા દસ્તાવેજના આધારે નોંધ પ્રમાણીત કરી નોંધ કરેલ હોવાનું બહાર આવેલ છે. આ અંગે પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ કાયદા હેઠળ 4 (1), 5, 5(એ), 5(બી), 5(સી), 5(ઇ) ગુન્હો નોંધી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ.પરમારે હાથ ધરેલ છે.

એટીએમમાં ચોરીનો પ્રયાસ
સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે આવેલ એસ.બી.આઇ. બેંકના એટીએમ માંથી ચોરી કરવાના ઇરાદે ત્રણ અજાણ્યા શખ્સોએ ગેસ કટર જેવા મશીનથી એટીએમ નું સટરનું તાળુ તોડી સીસીટીવી કેમેરાના વાયરો કાપી ચોરી કરવાનો પ્રયાસ કરેલ હોવાની ફરીયાદ બેંકના મેનેજર વિવેક યશપાલ શર્મા એ પોલીસમાં નોંધાવતા વધુ તપાસ હે.કો. દેવેન્દ્રકુમાર ગાધે એ હાથ ધરેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement