જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતિમાં સોમનાથમાં નારી ગૌરવ દિન અંતર્ગત રૂા.3.07 કરોડની લોનના ચેકનું વિતરણ

05 August 2021 01:52 PM
Veraval
  • જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતિમાં સોમનાથમાં નારી ગૌરવ દિન અંતર્ગત રૂા.3.07 કરોડની લોનના ચેકનું વિતરણ

વેરાવળના પ અને સૂત્રાપાડાના પ આંગણવાડી ઓરડાનું ઇ-લોકાર્પણ

વેરાવળ તા.5
સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથથી સૌના વિકાસની અંતર્ગત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે જિલ્લાકક્ષાના નારી ગૈારવ દિવસની ઉજવણી સોમનાથ ખાતે રામમંદીર ઓડીટોરીયમા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયેલ જેમાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત રૂા.3.07 કરોડની વગર વ્યાજની લોનના ચેકનું વિતરણ કરવામાં આવેલ હતું. આ તકે મંત્રી રાદડીયાએ જણાવેલ કે, બહેનોમાં રહેલા કૈાશ્લયનો ઉપયોગ કરી સ્વાવલંબી બને તે હેતુથી મુખ્યમંત્રીએ અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે.

શાસન વ્યવસ્થાના પાયામાં તમામ વર્ગોનો સમતોલન વિકાસ અને પ્રગતિને પ્રાધાન્ય હોય છે. મુખ્યમંત્રી જનજનના વિકાસ માટે સતત સઘન પરીશ્રમ કરી રહ્યા છે.બિજ નિગમના પૂર્વ ચેરમેન રાજશીભાઇ જોટવાએ જણાવેલ કે, રાજ્ય સરકાર દ્વારા ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના અન્વયે લાભાર્થી મહિલાને માસીક રૂા.1250 ની સહાય ચુકવવામાં આવે છે. રાજ્ય સરકાર મહિલાઓના સશક્તિકરણ માટે સંકલ્પબધ્ધ છે. મંત્રીના હસ્તે વેરાવળ તાલુકાના-5 અને સુત્રાપાડા તાલુકાના-5 આંગણવાડી ઓરડાનું ઇ-લોકાર્પણ કર્યું હતું. તેમજ મંત્રી અને મહાનુભાવો દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ સ્વસહાય જુથની બહેનોને લોન સહાય ચેકનુ વિતરણ કરવામાં આવેલ હતું.

જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં 265 અને શહેરી વિસ્તારમાં 42 સ્વસહાય જુથને મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજનાનો લાભ મળશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને લાભાર્થી બહેનોએ મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા જીવન પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમાર, નગરપાલિકા પ્રમુખ પીયુશભાઇ ફોફંડીએ પ્રાસંગીક પ્રવચન કરેલ હતું. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.જે.ખાચર દ્વારા શાબ્દીક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા.


Loading...
Advertisement
Advertisement