વેરાવળની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો ભરૂચનાં રીઢા તસ્કરને પોલીસે દબોચ્યો

05 August 2021 01:55 PM
Veraval Crime
  • વેરાવળની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો ભરૂચનાં રીઢા તસ્કરને પોલીસે દબોચ્યો

છ માસમાં ત્રણ સ્થળોએ ચોરી કર્યાની કબુલાત આપી

વેરાવળ તા.5
વેરાવળ શહેરમાં ઉપરા-છાપરી ઘરફોડીના બનાવોને અંજામ આપી તરખાટ મચાવનાર મુળ ભરૂચ જીલ્લોનો રહેવાસી રીઢા તસ્ક રને રોકડ તથા દાગીના મળી રૂા.3.18 લાખના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીઘો છે.
તાજેતરમાં જ વેરાવળ પોલીસે કુખ્યાત સીકલીગર ગેંગને ઝડપી લઇ નવ જેટલી અણઉકેલ ઘરફોડ ચોરીના ભેદ ભેદ ઉકેલેલ હોય તેમ છતાં શહેરમાં ઘરફોડ ચોરીઓ થઇ રહી હતી. દરમ્યાનન થોડા દિવસ પૂર્વે વેરાવળની યુનીયન બેંકના મેનેજરના ગંગાનગરમાં આવેલા બંઘ મકાનને તસ્કરરોએ નિશાન બનાજી રૂા.1.79 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતા. આ ઘરફોડ ચોરીની ફરીયાદ નોંઘાતા પીઆઇ ડી.ડી.પરમારે સ્ટાીફની જુદી-જુદી ટીમો બનાવી તસ્ક.રને ઝડપવા તપાસ શરૂ કરી હતી.

શહેરમાં પ્રવેશદ્રાર અને જુદા-જુદા સ્થયળોએ લગાવેલ નેત્રમના સીસીટીવી ફૂટેજો એકત્ર કરી તપાસમાંથી મળેલ શંકાસ્પવદ શખ્સજની પોકેટકોપ એપ્લીલકેશનમાંથી મળેલ ઓળખના આઘારે સાહુદીન મસરખાન દાહીમા ઉ.વ.55 મુળ નર્મદા જીલ્લાથના તીલકવાડા તાલુકાના રેંગણ ગામે રહેતા શખ્સસને ગડુ ચોરી કરેલ એકટીવા મોટર સાયકલ સાથે ઝડપી લીઘો હતો. આ શખ્સત પાસેથી એલઇડી ટીવી, સોના-ચાંદીના દાગીનાઓ, કાંડા ઘડીયાળો તથા રોકડ રકમ મળી કુલ રૂ.3,18,625 નો મુદામાલ કબ્જે કરેલ હતો. પોલીસે રીઢા તસ્ક ર સાહુદીનની આગવી ઢબે પુછપરછ કરતા છેલ્લા છ માસમાં વેરાવળના જુદા-જુદા વિસ્તાલરમાં ત્રણ ઘરફોડ ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. આરોપીની રિમાન્ડ મેળવવા તજવીજ ચાલી રહી છે.


Related News

Loading...
Advertisement
Advertisement