કોડીનાર પીપળ શેરીમાં જાહેરમાં જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

05 August 2021 01:57 PM
Veraval Crime
  • કોડીનાર પીપળ શેરીમાં જાહેરમાં જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

કોડીનાર તા.5
કોડીનાર જુગાર રમતા 9 શખ્સો પકડાયા કોડીનાર શહેરમાં જાહેરમાં ગંજી પાના નો જુગાર રમતા 9 શખ્સો ને ગીર સોમનાથ એલ.સી.બી.એ પકડી પાડ્યા હતા. આ અંગે ની વિગત મુજબ ગીર સોમનાથ એલ.સી.બી.ના પી.એસ.આઈ. વી.યુ.સોલંકી, હેડ કોન્સ. પ્રફુલ વાઢેર, રાજુભાઇ ગઢિયા ,ઉદયસિંહ, શૈલેષભાઈ ડોડીયા વગેરે કોડીનાર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે પીપળ શેરીમાં અમુક લોકો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતા બાતમી વાળા સ્થળે રેડ પાડતા પીપળ શેરીમાં દિલીપ જીણા ના મકાન પાસે જાહેર માં ગંજી પાના નો જુગાર રમતા દિલીપ જીણાં કામળિયા, રોહિત દુદા કામળિયા, બાલુ ભગવાન ચુડાસમા,ભરત બોઘા સોલંકી,હરેશ ટપુ કામળિયા, મેહુલ ભીમા કામળિયા, ચિરાગ નાથા કામળિયા, ગોપાલ પેમાં જેસાણી, દિનેશ દેવશી ચુડાસમા,ને જાહેરમાં જુગાર રમતાં રૂ.43540- ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement