ભારતમાં સતત બીજા દિવસે 42000થી વધુ કોરોના કેસ: કેરળમાં 22414

05 August 2021 01:59 PM
India Top News
  • ભારતમાં સતત બીજા દિવસે 42000થી વધુ કોરોના કેસ: કેરળમાં 22414

કેરળમાં સૌથી ઉંચો ‘આર-નોટ’ તથા મૃત્યુદર

નવી દિલ્હી તા.5
ભારતમાં કોરોનાના દૈનિક કેસ સતત બીજા દિવસે 40000થી અધિક રહ્યા હતા અને કેરળમાં હાલત ચિંતાજનક જ હતી ત્યારે પ્રત્યેક દસ લાખમાં મૃત્યુઆંક કેરળમાં સૌથી વધુ હોવાનું જાહેર થયું છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રીપોર્ટ પ્રમાણે ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 42982 કેસ નોંધાયા હતા અને 533 લોકોનો ભોગ લેવાયો હતો. 41726 લોકો સાજા થયા હતા. એકટીવ કેસની સંખ્યા વધીને 4.11 લાખ થઈ હતી.

દેશમાં અર્ધાથી વધુ કેસ માત્ર કેરળમાં જ નોંધાતા રહ્યા હોય તેમ આજે રાજયમાં 22414 કેસ નોંધાયા હતા હવે કેરળ મૃત્યુઆંકમાં પણ ટોચ પર પહોંચ્યું છે. 25થી31 જુલાઈના સપ્તાહમાં પ્રતિ દસ લાખ દર્દીમાં મૃત્યુદર 24નો હતો. જે મહારાષ્ટ્રમાં 12 તથા ઓડીસામાં 9 હતો. સમગ્ર દેશમાં પ્રતિ દસ લાખે બેના મોત હતા.

કેરળમાં 15 મેના રોજ મૃત્યુદર 0.3 ટકા હતો તે 31 જુલાઈએ વધીને 0.49 ટકા થયો છે. સાત દિવસનો કેસ વૃદ્ધિદર 0.61 ટકા હતો જયારે ભારતનો તે માત્ર 0.13 ટકા હતો. આર-નોટ 1.18 જેવો ભારે છે.


Related News

Loading...
Advertisement
Advertisement