જૂનાગઢ-ઇવનગર-મેંદરડા બાયપાસનું કામ ખોરંભે પડ્યું: જમીન તબદીલનું કામમાં ઢીલ

05 August 2021 02:03 PM
Junagadh Crime
  • જૂનાગઢ-ઇવનગર-મેંદરડા બાયપાસનું કામ ખોરંભે પડ્યું: જમીન તબદીલનું કામમાં ઢીલ

જૂનાગઢ,તા.5
વર્ષોથી મેંદરડા જૂનાગઢ, ઇવનગર બાયપાસ રોડ બનાવવા પોતાની કિંમતી જમીન આપવાની લેખિત સંમતિ આપી દીધા બાદ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની જમીન પંચાયત અને માર્ગ મકાન વિભાગને તબદીલ અંગેની કાર્યવાહી ગોકળ ગાયની ગતિએ ચાલતી ફાઇલના કારણે આવવાવાનું કામ ખોરંભે રહ્યું છે.

જૂનાગઢની વાયા મેંદરડા,કોડીનાર, ઉના, જાફરાબાદ જવા માટે છેક વાયા વંથલી, કેશોદ, ગળુ થઇને વેરાવળ થઇને જવું પડે છે. અથવા વડીયા થઇને મેંદરડા જવું પડે છે. જેથી જૂનાગઢ મોતીબાગ કૃષિ યુનિવર્સિટી ગેઇટથી ઇવનગર મેંદરડા જૂનાગઢને જોડતો બનાવવા જેતે વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જયારે માર્ગ મકાન વિભાગ સંભાળતા હતા ત્યારે આ બાયપાસનું કામ રૂ.7.30 કરોડ નાણા ફાળવા મંજૂરની મહોર મારી દીધી હતી.ખેડૂતોએ પણ પોતાની કીંમતી જમીન આપવા લેખીત સંમતિ આપી દીધી હતી. તેને એવોર્ડ બહાર પાડીયાની કામગીરી થઇ હતી.

કૃષિ યુનિ.ની જમીનના એલાઇમેન્ટ મુજબ પશ્ચિમ દીશાની બોર્ડર નક્કી થઇ ગઇ હતી.ગત 9 જાન્યુ.ના પૂર્વ ધારાસભ્યો દ્વારા મહેન્દ્ર મશરૂએ બાયપાસ બનાવવાના મુખ્યમંત્રીને લેખીત રજૂઆત કરી કૃષિ યુનિ.ની જમીન વેચાણ માર્ગ મકાન વિભાગને તબદીલ કરવાની કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. પરંતુ આ કામગીરી કરવાની ઢીલ નીતિરીતીના કારણે વર્ષોથી બાયપાસનું કામ ખોરંભે ચડ્યું છે. આ કામગીરી વહેલી તકે હાથ ધરાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.


Related News

Loading...
Advertisement
Advertisement