જામનગરમાં વધુ એક યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

05 August 2021 02:20 PM
Jamnagar Crime
  • જામનગરમાં વધુ એક યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

જામનગર તા. 5
જામનગરમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં કાલાવડનાકા બહાર રહેતા એક યુવાને અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જોકે પરિવારની નજર પડી જતા યુવાનને બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર હેઠળ મૃત્યુ નીપજ્તા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી સનમ સોસાયટી વિસ્તારમાં રહેતા સરફરાજ મુબારક મકવા (ઉ.વ.28) નામના યુવાને તેના ઘરે કોઇપણ કારણસર ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને પરિવારજનોએ યુવાનને સારવાર માટે શહેરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફરજ પરના તબીબોએ તેનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ બનાવની જાણ થતા સ્થળ પર પહોંચી પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી જીજી હોસ્પિટલ ખસેડયો હતો. પોલીસે મૃતકનું પીએમ કરવા સહિતની પીએમ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement