શ્રાવણ માસ દરમિયાન ઉદ્યોગો શુક્રવારે ચાલુ અને સોમવારે બંધ રહેશે

05 August 2021 02:21 PM
Jamnagar
  • શ્રાવણ માસ દરમિયાન ઉદ્યોગો શુક્રવારે ચાલુ અને સોમવારે બંધ રહેશે

જામનગર તા.5
કોરોના મહામારી અનુસંધાને રાજ્ય સરકારએ તકેદારીના ભાગરૂપે તમામ શહેરોમાં યોજાતા જન્માષ્ટમીના લોકમેળાઓ રદ કરેલ છે જે અનુસંધાને આ શ્રાવણ માસ દરમિયાન ઉદ્યોગ બંધના દિવસોમાં કોઇ ફેરફાર નહી કરવા અગાઉ નિર્ણય લેવાયેલ પરંતુ ત્યારબાદ આ સંસ્થાને સભ્ય એકમો તરફથી ઘણી રજૂઆતો મળેલી હતી કે આ આપણી વર્ષોની પરંપરા છે અને આ તહેવારો સાથે લોકોની ધાર્મિક લાગણી જોડાયેલ હોય પરંપરા મુજબ ઉદ્યોગ બંધના દિવસોમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન અને જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસીએશન દરેડ ફેસ-2 અને ફેસ-3 જે અનુસંધાને આ વર્ષે શ્રાવણ માસ દરમિયાન ઉદ્યોગ બંધના દિવસમાં નીચે મુજબ ફેરફાર કરવામાં આવેલ છે જેની ઉદ્યોગકારોએ નોંધ લેવી. ગુજરાત ઉર્જા વિકાસ નિગમની વડી કચેરી તરફથી શ્રાવણ માસ દરમિયાન ઉદ્યોગોની રજાના દિવસોમાં ફેરફાર કરવા માટેની મંજુરી મળી ગઇ હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.

 

 


Loading...
Advertisement
Advertisement