જામનગરની ભાગોળે કેમિકલ ભરેલુ ટેન્કર પલ્ટી ગયું

05 August 2021 02:22 PM
Jamnagar
  • જામનગરની ભાગોળે કેમિકલ ભરેલુ ટેન્કર પલ્ટી ગયું

જામનગર તા.5
જામનગરના સતત ધમધમતા લાલપુર બાયપાસ પાસે ગઇકાલે બપોરે કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતા અફરાતફરી મચી હતી. રસ્તો ક્રોસ કરી રહેલી ગાયને બચાવવા જતા ટેન્કર પલટી જતા થોડીવાર માટે ટ્રાફિકજામ સર્જાયો હતો.

ગઇકાલે બપોરના સમયે જામનગરના ખંભાળિયા બાયપાસથી લાલપુર બાયપાસ તરફ આવી રહેલું કેમિકલ ભરેલું ટેન્કર લાલપુર બાયપાસ નજીક પહોંચતા રસ્તા વચ્ચે ગાય આડી ઉતરતા પલટી ગયું હતું. જેના કારણે રસ્તા પર ચક્કાજામ સર્જાયો હતો. જો કે, તાત્કાલિક પહોંચેલી પંચકોષી બી ડિવિઝન પોલીસે ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં ટેન્કર ચાલક અને ક્લિનરનો ચમત્કારિક બચાવ થયો હતો. ટેન્કરને રસ્તા પરથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામા આવી છે.


Loading...
Advertisement
Advertisement