કોરોના સમયે સંક્રમણને પણ બાજુમાં મુકી વિધી કરનાર શાસ્ત્રીઓનું સન્માન

05 August 2021 02:26 PM
Jamnagar
  • કોરોના સમયે સંક્રમણને પણ બાજુમાં મુકી વિધી કરનાર શાસ્ત્રીઓનું સન્માન

તપોવન ફાઉન્ડેશન દ્વારા ટાઉન હોલમાં મહાનુભાવોના હસ્તે કર્મકાંડી બ્રાહ્મણોનું સન્માન

જામનગર તા.5
જામનગરમાં અનેકવિધ સેવા કાર્યો સાથે સકંળાયેલા વડીલ વાત્સલ્યધામના સંચાલક તપોવન ફાઉન્ડેશન દ્વારા કોરોના કાળના સમયગાળામાં લોકડાઉન,કર્ફયુ અને કોરોના સંક્રમણના ભય જેવી સ્થિતિ વચ્ચે મૃત્યુ પામેલાઓની શાસ્ત્રોકત વિધિ સાથે અંતિમ ક્રિયા કરવાની સેવા સહ ધર્મકાર્ય કરનારા શાસ્ત્રીજીઓના સન્માન સમારોહનુ તા.7ને શનિવારે સાંજે 4 થી 7 ટાઉન હોલમાં આયોજન કરાયું છે.

સમારોહમાં અતિથિ વિશેષ પદે 5 નવતરપુરીધામના આચાર્ય કૃષ્ણમણિજી મહારાજ,આણંદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજ અને પોરબંદરના કથાકાર શ્યામભાઇ ઠાકર ઉપસ્થિત રહેશે.જયારે મહાનુભાવો રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સંસદ સભ્ય પૂનમબેન માડમ,ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ,મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા અને સમર્પણ હોસ્પીટલના મેનેજીંગ ટ્રસ્ટી વસ્તાભાઇ કેશવાલા ઉપસ્થિત રહેશે.સમગ્ર કાર્યક્રમનું આયોજન તપોવન ફાઉન્ડેશનના સ્થાપક રાજેનભાઈ જાની, ટ્રસ્ટી પ્રો. વસુબેન ત્રિવેદી, પરેશભાઈ જાનીના નેતૃત્વમાં કરાયું છે.


Loading...
Advertisement
Advertisement