જામનગરમાં ખેડૂત વિરોધી સરકારી નીતિના વિરોધમાં કોંગ્રેસે કર્યા દેખાવ

05 August 2021 02:32 PM
Jamnagar Saurashtra
  • જામનગરમાં ખેડૂત વિરોધી સરકારી નીતિના વિરોધમાં કોંગ્રેસે કર્યા દેખાવ
  • જામનગરમાં ખેડૂત વિરોધી સરકારી નીતિના વિરોધમાં કોંગ્રેસે કર્યા દેખાવ
  • જામનગરમાં ખેડૂત વિરોધી સરકારી નીતિના વિરોધમાં કોંગ્રેસે કર્યા દેખાવ

20 થી વધુ આગેવાનોની માર્કેટ યાર્ડ સામેથી પોલીસે કરી અટકાયત

જામનગર તા.5
એક તરફ ગુજરાત સરકાર અને ભારતિય જનતા પાર્ટી રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી કરી રહી છે તો બીજી તરફ વિરોધપક્ષ-કોંગ્રેસ, ભાજપ સરકારની નિષ્ફળતાની પોલ ખોલાતા વિરોધ પ્રદર્શન યોજી રહી છે. આજે જામનગરમાં કોંગ્રેસ માર્કેટ યાર્ડ સામે ‘ખેડૂત-ખેતી બચાવો અભિયાન’ હેઠળ સુત્રોચ્ચાર, પ્રતિકાત્મક ધરણા કાર્યક્રમ યોજ્યો હતો.

ભાજપના શાસનમાં ત્રણ કાળા કાયદા અને ખેડૂતોને પાકવિમો અને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની હાલત દયનિય બની ગઇ છે. હીટલરશાહીવાળી આ ઉદ્યોગપતિની સરકારને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા માટે આ કાર્યક્રમ આપવામાં આવ્યો હોવાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભારવડીયા અને શહેર પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચિરાગભાઇ કાલરિયા અને પ્રવિણભાઇ મુસડિયા, જિલ્લા પ્રમુખ જીવણભાઇ કુંભારવડિયા, શહેર પ્રમુખ દિગુભા જાડેજા, પ્રદેશ મહિલા મહામંત્રી સહારાબેન મકવાણા, એનએસયુઆઇ પ્રમુખ ડો.તૌસિફખાન પઠાણ, મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા, કોર્પોરેટર અલ્તાફભાઇ ખફી, રચનાબેન નંદાણિયા, જૈનબબેન ખફી, કોંગી આગેવાન સાજીદ બ્લોચ, યુસુફ ખફી વિગેરે જોડાયા હતાં.


Related News

Loading...
Advertisement
Advertisement