જામનગરમાં સાંજે વકિલ ઉદ્યોગપતિ સહિત 200 કાર્યકરો ‘આપ’માં જોડાશે

05 August 2021 02:41 PM
Jamnagar
  • જામનગરમાં સાંજે વકિલ ઉદ્યોગપતિ સહિત 200 કાર્યકરો ‘આપ’માં જોડાશે

આપના નેતા મહેશ સવાણી, અજીત લોખીલ સહિતનાઓની હાજરીમાં આજે લેઉવા પટેલ સમાજ ખાતે સત્કાર સમારોહ યોજાશે

જામનગર તા.5
વિધાનસભાની ચૂંટણીના આગમન પહેલા જ આમ આદમી પાર્ટીની લોકચાહના દિવસેને દિવસે પ્રચંડ બનતી જાય છે. ઉદ્યોગપતિઓ સેવાભાવીઓ, રાજકીય અગ્રણીઓ સહિતના કદાવર આગેવાનો વાજતે-ગાજતે આપમાં જોડાઇ રહ્યા છે. તેવા સંજોગોમાં આજે જામનગરમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓની હાજરીમાં જામનગરના જાણીતા એડવોકેટ સહિત 200 જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાશે. આમ આદમી પાર્ટીની રાજનીતિથી પ્રભાવીત થઇ મોટી સંખ્યામાં અગ્રણીઓમાં આમ આદમીનું ઝાડુ પકડી રહ્યા છે. આમની સક્રિયતા ભાજપ માટે ચિંતાનો વિષય બની ગયો છે. તેવામાં જામનગરના જકાતનાકા વિસ્તારમાં નારણ નગરમાં આવેલ નારણભાઇ કચરાભાઇ ગલાણી લેઉવા પટેલ સમાજ ખાતે આજે ગુરૂવારે સાંજે 6 કલાકે આમ આદમી પાર્ટીના નેતા મહેશભાઇ સવાણીની અધ્યક્ષતામાં જાણીતા એડવોકેટ પ્રકાશભાઇ દોંગા સહિત 200 જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાશે જેનો સત્કાર સમારોહ યોજાશે. આ કાર્યક્રમ આમ નેતા ઉદ્યોગપતિ મહેશભાઇ સવાણી, પ્રદેશ સંગઠન મંત્રી અજીભાઇ લોખીલ, સહિતનાઓના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં 200 જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરશે તેમ જામનગર આમ આદમી પાર્ટીની યાદીમાં જણાવાયું છે.


Loading...
Advertisement
Advertisement