જામનગર જિલ્લામાં બે જુગાર દરોડામાં 8 પકડાયા

05 August 2021 02:42 PM
Jamnagar
  • જામનગર જિલ્લામાં બે જુગાર દરોડામાં 8 પકડાયા

પોલીસે રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી

જામનગર તા.5:
જામનગર જિલ્લાના જોડિયા અને જામજોધપુર પંથકમાં પોલીસે જુદા-જુદા બે દરોડા પાડી 8 શખ્સોને જુગાર રમતા પકડી પાડયા છે. પોલીસે તમામ શખ્સોના કબ્જામાંથી રોકડ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જોડિયા તાલુકા મથકે મફતિયાપરા નાનોવાસ સહકારી મંડળી પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા રફીકભાઇ ઇસાકભાઇ જામ રહે.નાનોવાસ મફતીયા પરા, જોડીયા તા.જોડીયા જી.જામનગર, વલીભાઇ ઇસાકભાઇ જામ રહે.નાનોવાસ મફતીયા પરા, જોડીયા તા.જોડીયા જી.જામનગર, ફરીદભાઇ સીદીકભાઇ નાઘીયા રહે.મોટોવાસ, જોડીયા તા.જોડીયા જી.જામનગર, કરીમભાઇ હાસમભાઇ સાંમતાણી રહે.મફતીયા પરા નાનોવાસ, જોડીયા તા.જોડીયા જી.જામનગરવાળા શખ્સોને પોલીસે રૂા.3220ની રોકડ સાથે પકડી પાડયા છે.

જયારે જામજોધપુર તાલુકાના સડોદર ગામે હમીરભાઇ અમરાભાઇ ડાભીની વાડીના શેઢા પાસે જુગાર રમતા અરવિંદભાઇ ઉર્ફે કારાભાઇ મુળજીભાઇ ડાભી રહે.સડોદર તા.જામજોધપુર, અનિલભાઇ ઉર્ફે મનકો ખિમાભાઇ રાઠોડ રહે.સડોદર તા.જામજોધપુર, ખિમજીભાઇ હાજીભાઇ વાલ્વા રહે.સડોદર તા.જામજોધપુર, માવજીભાઇ હિરાભાઇ વારગ્યા રહે.સડોદર તા.જામજોધપુરવાળા શખ્સોને શેઠવડાળા પોલીસે પકડી પાડયા હતા. પોલીસે તમામ શખ્સોના કબ્જામાંથી રૂા.2500ની રોકડ કબ્જે કરી જુગાર ધારા હેઠળ કાર્યવાહી


Loading...
Advertisement
Advertisement