કાલે એમ.પી.શાહ વૃદ્ધાશ્રમ ખાતે આંખના મોતિયાના ઓપરેશનનો કેમ્પ

05 August 2021 02:47 PM
Jamnagar
  • કાલે એમ.પી.શાહ વૃદ્ધાશ્રમ ખાતે આંખના મોતિયાના ઓપરેશનનો કેમ્પ

જામનગર તા.5: રણછોડદાસ બાપુ આશ્રમ આંખની હોસ્પિટલ દ્વારા વિના મુલ્યે નેત્રમણિ બેસાડી આંખના મોતિયાના ઓપરેશનનો મેગા કેમ્પ તા.6-8-2021 શુક્રવાર સવારે 10 થી 12 જામનગરમાં આયોજન કરાયું છે. શહેરના એમ.પી.શાહ વૃદ્ધાશ્રમ, ખોડિયાર કોલોની ખાતે કેમ્પ યોજાશે. જેમાં દર્દીને કેમ્પ પુરો થયે નાસ્તો, ભોજન કરાવી રાજકોટ રણછોડદાસ બાપુ આશ્રમ આંખની હોસ્પિટલમાં લઇ જવામાં આવશે. આ કેમ્પમાં દવા, ટીપા, ચશ્મા, ભોજન નિવાસ અને દર્દીને રાજકોટ લઇ જવા પરત આવવાનું વિગેરે ખર્ચ સંસ્થા ભોગવશે. આ મફત દ્રષ્ટિદાન સેવાનો લાભ લેવા જાહેર અપીલ નટુભાઇ ત્રિવેદી (પ્રમુખ વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ) દ્વારા અનુરોધ કરાયયો છે. આ કેમ્પમાં સહયોગ હંશરાજભાઇ લક્ષ્મણભાઇ ખાણધર અને જયાબેન હંશરાજભાઇનો સહયોગ મળ્યો છે.


Loading...
Advertisement
Advertisement