એરપોર્ટમાં ‘નાના સામાન’ માટે અલગ ‘કન્વેયર બેલ્ટ’: પ્રવાસીઓને રાહત થશે

11 August 2021 11:28 AM
Ahmedabad Travel
  • એરપોર્ટમાં ‘નાના સામાન’ માટે અલગ ‘કન્વેયર બેલ્ટ’: પ્રવાસીઓને રાહત થશે

નાના સામાન બેલ્ટમાં અટવાઈ જતા હોવાથી ખાસ ‘ટ્રે’ મારફત વહન થશે

અમદાવાદ તા.11
વિમાની પ્રવાસીઓને એરપોર્ટ પર સામાન હેરફેરમાં સરળતા રહે તે માટે નાના સામાન માટે અલગ બેલ્ટ બનાવવા માટે એરપોર્ટ ઓથોરીટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતીય એરપોર્ટમાં પ્રવાસીઓનો સામાન ‘ચેક-ઈન’માં કલીયર થયા બાદ વિમાનમાં ચડાવવા માટે કન્વેયર બેલ્ટમાં મુકવામાં આવે છે.નાનો સામાન કયારેક અટવાઈ જાય છે.પરીણામે કયારેક વિમાન મોડુ કરવુ પડે તેવી પણ હાલત ઉભી થાય છે.સામાનના મુદ્દે વિમાન મોડુ થયાના કેટલાંક કિસ્સા ધ્યાને આવતા એરપોર્ટ ઓથોરીટીએ હવે નાના સામાન માટે બીજો બેલ્ટ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. એરપોર્ટ પર ખાસ અલગ લગેજ મોનીટરીંગ સીસ્ટમ પણ ઉભી કરવામાં આવી છે જે અંતર્ગત નાના સામાનને ખાસ ટ્રે-ટ્રોલીમાં રાખીને કન્વેયર બેલ્ટમાં મુકવામાં આવે છે. નાનો સામાન કયારેક અટવાઈ જાય છે.

પરીણામે કયારેક વિમાન મોડુ કરવુ પડે તેવી પણ હાલત ઉભી થાય છે. સામાનના મુદ્દે વિમાન મોડૂ થયાના કેટલાંક કિસ્સા ધ્યાને આવતા એરપોર્ટ ઓથોરીટીએ હવે નાના સામાન માટે બીજો બેલ્ટ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. એરપોર્ટ પર ખાસ અલગ લગેજ મોનીટરીંગ સીસ્ટમ પણ ઉભી કરવામાં આવી છે જે અંતર્ગત નાના સામાનને ખાસ ટ્રે-ટ્રોલીમાં રાખીને કન્વેયર બેલ્ટમાં મુકવામાં આવશે.

એરપોર્ટ સુત્રોએ કહ્યું કે સવારના ભાગે ફલાઈટની સંખ્યા વધુ હોય ત્યારે વધુ મુશ્કેલી થતી હોય છે. વધુ પડતા વજનને કારણે કન્વેયર બેલ્ટમાં ટેકનીકલ મુશ્કેલીઓ થતી હોવાનું પણ ધ્યાને આવ્યું હતું.

એરપોર્ટમા આ નવી સીસ્ટમ દાખલ કરવાનું પણ સરળ નથી.એરપોર્ટ ઓથોરીટી તથા એરલાઈન્સ વચ્ચે વિવાદ ઉભો થયો હતો. નાનો સામાન ખાસ ટ્રેમાં મુકાયા બાદ ખાલી ટ્રે સમયસર પરત આવતી ન હોવાથી નવો પડકાર ઉભો થઈ રહ્યો છે અને તેને કારણે અમદાવાનમાં એરપોર્ટ તથા એરલાઈન્સ સ્ટાફ વચ્ચે માથાકુટનાં કેટલાંક કિસ્સા પણ બન્યા હતા.Related News

Loading...
Advertisement
Advertisement