પોરબંદર: રાણાવાવમાં આવેલ હાથી સિમેન્ટ ફેકટરીમાં દુર્ઘટના: 6 મજૂરો ફસાયા

12 August 2021 09:57 PM
Porbandar Crime
  • પોરબંદર: રાણાવાવમાં આવેલ હાથી સિમેન્ટ ફેકટરીમાં દુર્ઘટના: 6 મજૂરો ફસાયા

ચીમનીની અંદર પ્રાંજ તૂટતા મજૂરો નીચે ખબકયા:ડ્રોન કેમેરાની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી:જિલ્લા કલેકટર, પોલીસ વડા ઘટના સ્થળે દોડી ગયા

પોરબંદરના રાણાવવમાં આવેલી હાથી સિમેન્ટ ફેક્ટરીમાં ચીમની બનાવવાંનું કામ કરતી વેળાએ ચીમનીનીનો પ્રાંજ તૂટતા 6 જેટલા મજૂરો ચીમનીની અંદર ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર પોલીસ વડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો

વધુમાં કલેક્ટર જણાવ્યું હતુંકે ફેક્ટરીમાં ચીમની બનાવતી વખતે અકસ્માતે ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે ડ્રોન કેમેરાની મદદથી શોધખોળ ચાલુ કરવામાં આવી છે, તેમજ રેસ્ક્યુ ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ પોરબંદર જિલ્લામાં સિમેન્ટ ફેકટરીમાં થયેલી દુર્ઘટના અંગે જિલ્લા કલેકટર સાથે ટેલીફોનીક વાતચીત કરીને આ દુર્ઘટના માં બચાવ રાહત અને તાત્કાલીક યોગ્ય સારવાર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા મદદ માટેની સૂચના આપી છે . મુખ્યમંત્રીએ એનડીઆરએફ ની 2 ટીમ પણ આ કામગીરીમાં મદદરૂપ થવા મોકલી આપવાની સંબંધિતોને સૂચના આપી છે .


Related News

Loading...
Advertisement
Advertisement