પતિ પત્ની ઔર વોઃ પત્નીને બેડરૂમમાં સિજીએસટીના અધિક્ષક સાથે રંગરેલીયા મનવતા પતિએ રંગે હાથ પકડ્યા

16 August 2021 09:42 PM
Vadodara Crime
  • પતિ પત્ની ઔર વોઃ પત્નીને બેડરૂમમાં સિજીએસટીના અધિક્ષક સાથે રંગરેલીયા મનવતા પતિએ રંગે હાથ પકડ્યા

જીએસટી ઇન્સપેક્ટરે વર્ષ 2018માં સહકર્મી સાથે પ્રેમલગ્ન કર્યા હતા :યુવાને અધિક્ષકને સવાલ કરતા કહ્યું તારે શું લેવાદેવા તું કોણ મને પુછનારો: હું તારો સાહેબ છું કહીં લાફા ઝીંકી દીધા

વડોદરા:
શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી પોશ સોસાયટીમાં રહેતી અને જીએસટી ઇન્સપેક્ટર પતિથી અલગ રહેતી પત્નીને બેડરૂમમાંથી સીજીએસટી અધિક્ષકને રંગરેલીયા કરતા રંગેહાથ પકડી પડ્યા હતા.જીએસટી ઇન્સપેક્ટરને યુવાનને તેની સહકર્મી સાથે વર્ષ 2018માં પ્રેમ લગ્ન કર્યા હતા.જોકે પતિથી અલગ રહેતી પત્નીની કરતૂતોથી અજાણ પતિને જ્યારે સોસાયટીના રહીશોએ તેને આ બાબતની જાણ કરી ત્યારે તે ઘરે પહોંચ્યો હતો. જ્યાં પહોંચ્યા બાદ જે દ્રશ્યો જોવા મળ્યા તે જોઇ પતિના પગ નિચેથી જમીન સરકી ગઇ હતી.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી પરિણીતા અને તેનો પતિ વચ્ચે લગ્ન બાદ અવાર નવાર નાની નાની બાબતે ઝઘડા થતાં હતા. તથા પત્નીનુ ચારિત્ર્ય ઠીક ન હોવાથી પતિએ જુદા રહેવાનુ પસંદ કર્યું હતુ. જેથી પતિ – પત્ની જુદા જુદા મકાનમાં રહેવા લાગ્યા હતા. દરમિયાન પરિણીતાના પતિને જાણ થઇ કે જે ઘરમાં તે રહેં છે, ત્યાં અવાર નવાર બહારથી છોકરાઓ આવે છે અને રોકાય પણ છે. જોકે આ વાતની જાણ થતાં પતિએ નજર રાખવાનુ શરૂ કર્યું હતુ.

દરમિયાન સોસાયટીના રહીશો દ્વારા ફરી એક વખત પરિણીતાના પતિને જાણ કરવામાં આવી કે, તેમની પત્ની જે ઘરમાં રહેં છે ત્યાં કોઇ બહારની વ્યક્તિ આવી છે. જેથી બપોરના સમયે પતિ પત્નીના ઘરે પહોંચી ગયો હતો. જ્યાં તેને ઘરનો દરવાજો ખખડાવતા તેની પત્નીએ દરવાજો ખોલ્યો પણ પતિને જાણકારી મળી હોવાથી તેને ઘરના બેડરૂમમાં જઇ જોતા સીજીએસટી અધિક્ષક જસવંતકુમાર પરમાનંદ ચાલીયા કપડા વગર બેડ પર સુતેલો જોવા મળ્યો હતો. જે જોઇ પતિના પગ નિચેથી જમીન સરકી ગઇ હતી. જેથી તેણે જસવંતકુમારને સવાલ કર્યો કે તમે અહિંયા શું કરો છો ? આ પ્રશ્નો સાંભળતા જસવંતકુમારે કહ્યું તું મને પુછનારો કોણ છે, હું તારો સાહેબ છું તેમ કહીં ઝઘડો કરી ઉપરા છાપરી ગાલ પર લાફા ઝીંકી દીધા હતા.

વાત આટલે જ અટકી નહિં જસંવતકુમારે તો પરિણીતાના પતિને એમ પણ કહીં આપ્યું કે, મારે તારી પત્ની સાથે આડા સંબંધ છે, તારાથી જે થાય તે કરી લે અને જો તુ અમારી બન્નેના આડા સંબંધો વચ્ચે આવ્યો તો હું તને જાનથી મારી નાખીશ. જેથી સમગ્ર મામલો પોલીસ મથકે પહંચ્યો હતો. જ્યાંજે.પી રોડ પોલીસે આ મામલે જી.એસ.ટી અધિક્ષક જસંવતકુમર સામે વિરૂધ્ધ મારામારી અને ધાકધમકીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement