પોરબંદરની અડવાણા પ્રાથમિક શાળામાં ધો.10ની પરિક્ષામાં ગેરરીતી બદલ 6 શિક્ષક અને વિધાર્થી સામે સીઆઈડી ક્રાઈમમાં ગુનો નોંધાયો

19 August 2021 11:12 AM
Porbandar Crime Rajkot
  • પોરબંદરની અડવાણા પ્રાથમિક શાળામાં ધો.10ની પરિક્ષામાં ગેરરીતી બદલ 6 શિક્ષક અને વિધાર્થી સામે સીઆઈડી ક્રાઈમમાં ગુનો નોંધાયો

રાજકોટ સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ શરૂ કરાઈ:તમામની ધરપકડ માટે તજવીજ

રાજકોટ તા 18
પોરબંદરની અડવાણા પ્રાથમિક શાળમાં લેવાયેલી ધો.10ની પરિક્ષામાં એક વિધાર્થીના છ વિષયોના પેપર બારોબાર લખવા બદલ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગેરરીતિ થયાનું તે જાહેર થતા રાજકોટ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધવતા 6 શિક્ષકો અને છાત્ર સામે ગુનો નોંધ્યો છે.

રાજકોટ સીઆઈડી ક્રાઈમમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ બી.એ.ચૌધરીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પરીક્ષાર્થી દેવાંગ ઓડેદરા, તેના પિતા અશોકભાઇ ચનાભાઇ ઓડેદરા, વર્ગખંડ નિરીક્ષક એસ.એન.પટેલ, વર્ગ ખંડ નિરીક્ષક મંજુબેન માલદેજી ઓડેદરા, ફટાણાં ગામના વર્ગ ખંડ નિરીક્ષક યુ.આર.ગોહિલ, શારદા વિધામંદિરના વર્ગ ખંડ નિરીક્ષક આર.કે.ઓડેદરા અને તમામ વિષયની ઉતરવહી લખનાર અજાણ્યા શખ્સો અને તપાસ દરમિયાન જેની સંડોવણી ખૂલે તેના નામો જણાવ્યા છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ પોરબંદરની અડવાણા પ્રાથમિક શાળમાં ધો.10ના બોર્ડના પરીક્ષાર્થી દેવાંગ ઓડેદરા પરીક્ષામાં હાજર ન હોવા છતાં તેની બેઠક પરથી અંગ્રેજી વિષયની બે ઉત્તરવહી મળી હતી. પ્રાથમિક તપાસમાં પરીક્ષાર્થી દેવાંગના પિતા અશોકભાઇએ વર્ગખંડ નિરીક્ષકો સાથે મળી પરીક્ષા કેન્દ્રમાં ગેરકાયદેસર પ્રવેશ કરી પ્રશ્નપત્રો મેળવી ખંડ બહાર લઇ ગયા હતા અને તે પ્રશ્નપત્રના આધારે અન્ય વ્યક્તિ પાસે બહારથી ઉત્તરવહીઓ લખાવી હતી. બાદમાં બહારથી લખાવેલી ઉત્તરવહીઓનો સાચા તરીકે રજૂ કરી સાચી ઉત્તરવહીઓ ગુમ કરી પુરાવાનો નાશ કર્યો હતો.

ગેરરીતિથી પરીક્ષાર્થી દેવાંગનું પરિણામ અનામત રાખી તેમજ સજા માટે પરીક્ષા સમિતિને સોંપી હતી. જેથી પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી કે.વી.મિયાણી સહિતના અધિકારીઓ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં પરીક્ષાર્થીએ ગેરરીતિ કરી ન હોવાનો જવાબ આપ્યો હતો. તપાસ ગૃહવિભાગ કરે તેવું નક્કી થતા ગત ડિસેમ્બરમાં તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવાનો હુકમ કર્યો હતો. જેમાં ઉત્તરવહીઓ બહારથી લખાઇને આવી હોવાનું અને અસલી ઉત્તરવહીઓ ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. નિયમ મુજબ પોરબંદર કોપી કેસના આ મામલાની પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સુનાવણી રાખવામાં આવી હતી.

જેમાં આરોપી છાત્રએ અને તેના પિતાએ કોઈ ગેરરીતિ કર્યાનો ઈન્કાર કર્યો હતો. જોકે સમિતિએ તપાસ કરી હતી અને જેના પગલે બોર્ડ દ્વારા આરોપી છાત્રનું સમગ્ર પરીણામ રદ્દ કરવા, તેને 2021 ના લેવાનાર પરીક્ષામાં બેસવા દેવા, વર્ષ 2021 થી અડવાણા કેન્દ્ર રદ કરવા અને પ્રશ્નપત્રો બહાર લખાવી, પરીક્ષાની પવિત્ર બાબતોને દુષિત કરનાર અને કરાવનાર સામે કાયદાકીય સજા માટે આપ્રકરણની તપાસ ગૃહવિભાગદ્વારા થાય તેવું ઠરાવવામાં આવ્યું હતું.જે અંતર્ગત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી. જેમાં આરોપી છાત્રની એક નહી પરંતુ છ-છ વિષયની ઉત્તરવહીઓ પરીક્ષા ખંડની બહાર લખાયાનું ખુલતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement