કોરોના કેસ ડાઉન થતા ટ્રાવેલ ઇન્ડસ્ટીમાં બૂમ ? આ કંપની દેશમાં વધુ હોટલ - રિસોર્ટ ખરીદવા માંગે છે

20 August 2021 09:51 PM
India Travel
  • કોરોના કેસ ડાઉન થતા ટ્રાવેલ ઇન્ડસ્ટીમાં બૂમ ? આ કંપની દેશમાં વધુ હોટલ - રિસોર્ટ ખરીદવા માંગે છે

મુંબઈ / (સાંજ ડિજિટલ)

એક રિપોર્ટ અનુસાર મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઈન્ડિયા લિમિટેડ વધુ હોટલ - રિસોર્ટ ખરીદવા માંગે છે કારણ કે મહિનાઓથી કોરોનાના કારણે લોકડાઉનમાંથી હવે ધીરે ધીરે બહાર આવતા ભારતીયો ડોમેસ્ટિક મુસાફરી માટે આતુરતાપૂર્વક બહાર નીકળી રહ્યા છે.

શુક્રવારે બ્લૂમબર્ગ ટેલિવિઝનને આપેલા ઈન્ટરવ્યુમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કવિન્દર સિંહે કહ્યું, "અમારી પાસે પ્રોપર્ટીની ખૂબ સારી પાઈપલાઈન છે જે અમે એક્વિઝિશન માટે જોઈ રહ્યા છીએ. આ એક રિવેંજ ટ્રાવેલ જેવી સ્થિતિ છે"

ભારતના નવા કોવિડ -19 કેસ મે મહિનામાં 400,000 થી વધુની ટોચ પરથી ઘટીને હવે દરરોજ 40,000 થી ઓછા થઈ ગયા છે. જેમ જેમ કોરોના કેસ અંકુશમાં આવે છે અને નિયંત્રણો હળવા થાય છે, તેમ ઘરમાં રહી કંટાળી ગયેલા ભારતીયો સ્થાનિક પ્રવાસન સ્થળોએ આવી રહ્યા છે કારણ કે અન્ય દેશોમાં તાજેતરના ડેલ્ટા વેરિયંટ ના કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરી હજુ પણ મુશ્કેલ છે.

ભારત જે કોરોના થી બીજા સૌથી ખરાબ અસરગ્રસ્ત રાષ્ટ્રમાં એપ્રિલ - મે માં આવી પહોંચ્યો હતો તે પૂર્વે પ્રારંભિક મહિનાઓમાં વાયરસની પ્રથમ લહેર બાદ સ્થાનિક પ્રવાસમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો.

સિંઘના જણાવ્યા અનુસાર, મહિન્દ્રા હોલિડેઝ રિસોર્ટ્સમાંથી લગભગ 90% રિસોર્ટ હાલમાં ખુલ્લા છે અને ભરેલા છે, જેઓ સપ્ટેમ્બરના અંતના ત્રિમાસિક ગાળામાં રૂમ ઓક્યુપન્સી 75% કરતા વધારે જોવાની અપેક્ષા રાખે છે.

લાંબા ગાળાના સબક્રીપશન માટે સભ્યોની નોંધણી કરનારી કંપની બે થી ત્રણ વર્ષમાં 150 મિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે જેથી રૂમ ઈન્વેન્ટરીને 4,200 થી વધારીને 5500 કરીને પોતાની મિલકતો વિકસાવી શકે.

મહિન્દ્રા હોલિડેઝ જેઓ પાસે હાલ 300,000 સભ્યો છે તે પ્રોપર્ટી મેનેજમેન્ટ તરફ આગળ વધી રહી છે અને અપસ્કેલ હોટલ, રિસોર્ટ્સ અને લેઝર ડેસ્ટિનેશન ઉમેરશે. આ વ્યવસાય એસેટ-લાઇટ કહેવાય જેથી વધારે પૈસાની જરૂર પડશે નહીં, એમ તેમણે જણાવ્યું હતું.

સિંહે કહ્યું, "અમે માનીએ છીએ કે આવનારા સમયગાળા દરમિયાન આપણે ચોક્કસપણે રોગચાળો ઘટતો જોઈ શકીશું, અન્યથા કોઈ પણ સંજોગોમાં, આપને તેની સાથે જીવવાનું શીખી રહ્યા છીએ. મહિન્દ્રા હોલીડેઝ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ખૂબ જ સારો ધંધો મેળવશે તેવો વિશ્વાસ છે.


Related News

Loading...
Advertisement
Advertisement