અફઘાનિસ્તાનને આતંકીઓનો અડ્ડો નહિં બનવા દેવાય: બાઈડન

26 August 2021 11:21 AM
India Woman
  • અફઘાનિસ્તાનને આતંકીઓનો અડ્ડો નહિં બનવા દેવાય: બાઈડન

તાલિબાનીઓને માન્યતા પર અમેરિકાએ લાદી શરત

વોશીંગ્ટન તા.26
અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડને જણાવ્યું હતું કે જી-7 ના સભ્ય દેશો અફઘાનીસ્તાનના તાલીબાન પર પોતાના વલણ પર કાયમ છે અને સૌનું એ માનવું છે કે અફઘાનીસ્તાનમાં ભવિષ્યમાં બનનારી કોઈપણ સરકારની માન્યતા સશસ્ત્ર સમુહને પોતાની ધરતી પર આતંકવાદનો અડો બનતો રોકવાના તેના વલણ પર નિર્ભર રહેશે. અર્થાત તાલીબાન અફઘાનીસ્તાનને આતંકવાદનો અડ્ડો નહિં બનાવી શકે.

બાઈડને જી-7 દેશો સંયુકત રાષ્ટ્ર, ઉતર એટલાંટીક સંધી સંગઠન (નાટો) અને યુરોપીય સંઘની ઓનલાઈન આયોજીત એક બેઠકમાં કેટલાંય કલાકો બાદ આ નિવેદન આપ્યું હતુ.જી-7 સાત દેશોનો બનેલો એક રાજનીતિક મંચ છે જેમાં અમેરીકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન અને બ્રિટન સામેલ છે. બાઈડને એ પણ જણાવ્યું હતું કે જી-7 દેશોએ વાત પર પણ સહમત થયા હતા કે કોઈપણ તાલીબાનની વાતોને મહત્વ નહિં આપે. અમે તેમને (તાલીબાનને) તેમના કામથી તપાસશું અને તાલીબાનનાં વલણના જવાબમાં કોઈપણ પ્રતિક્રિયાને લઈને નજીકનાં સંપર્કમાં રહેશું.


Related News

Loading...
Advertisement
Advertisement