પોરબંદરમાં યુવક પુલ પરથી પટકાયો: સારવારમાં મોત

28 August 2021 03:57 PM
Porbandar Rajkot
  • પોરબંદરમાં યુવક પુલ પરથી પટકાયો: સારવારમાં મોત

રાજકોટ,તા.28
પોરબંદરમાં નરસંગ ટેકરી પાસે સુદામા પરોઠાની નજીક રહેતા અરવિંદભાઇ જયંતીભાઇ પરમાર (ઉ.વ.40) ગત તા.21ના દારૂના નશામાં નરસંગ ટેકરી પાસેના ઓવરબ્રીજ પરથી ચાલીને જતો હતો ત્યારે બ્રીજ પરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ રાહદારીઓએ 108જે બોલાવી પ્રથમ પોરબંદર અને વધુ સારવાર માટે અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ હતા. જયાં તેમનું સારવાર દરમિયાન મોત થતા પરીવારમાં અરેરાટી છવાઇ હતી. જે અંગે મળેલ વધુ માહિતી મુજબ મૃતક અરવિંદભાઇ મજુરી કામ કરતા હતા અને સંતાનમાં બે પુત્ર છે. જેને પોતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. જે અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા તેના સ્ટાફે કાગળો કર્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement