મોદી સરકારનો મહત્વનો નિર્ણય, આ 10 દેશોથી ભારત આવનારા મુસાફરો માટે RT-PCR નેગેટીવ ફરજીયાત

02 September 2021 09:12 PM
India Travel
  • મોદી સરકારનો મહત્વનો નિર્ણય, આ 10 દેશોથી ભારત આવનારા મુસાફરો માટે RT-PCR નેગેટીવ ફરજીયાત
  • મોદી સરકારનો મહત્વનો નિર્ણય, આ 10 દેશોથી ભારત આવનારા મુસાફરો માટે RT-PCR નેગેટીવ ફરજીયાત

કોરોનાનો નવો વેરિયંટને લઈને ભારત સતર્ક : ૭ દેશોમાંથી આવનાર યાત્રીઓ માટે RT-PCR નેગેટિવ રિપોર્ટ ફરજિયાત

ન્યુ દિલ્હી:
સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. બીજી તરફ દુનિયાના વિવિધ દેશોમાં નવા વેરિએન્ટે દેખા દેતા WHO પણ ચિંતાતતુર થયું છે. ભારત આવનારા 10 દેશોના પ્રવાસીઓ માટે હવે RTPCRનો નેગેટિવ રિપોર્ટ બતાવવા ફરજીયાત કરી દેવાયો છે. ત્રીજી લહેરને ખાળવા માટે ભારત સરકાર એલર્ટ બની છે.. જેના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.. પહેલા બ્રિટન..યુરોપ અને મિડલ ઈસ્ટના પ્રવાસીઓ માટે જ આ નિયમ લાગુ હતો.. પરંતુ હવે વધુ સાત દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, ન્યુ ઝિલેન્ડ, ચાઇના, બોટસ્વાના અને ઝિમ્બાબ્વે થી ભારત આવનાર યાત્રીઓ માટે હવે મુસાફરીના ૭૨ કલાકની અંદર RT-PCR નેગેટિવ રિપોર્ટ સાથે રાખવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઈ યાત્રીઓને કોઈ પણ લક્ષણો હશે તો તેને ટ્રાવેલ કરવા દેવાશે નહિ. કોરોનાનો નવો વરિયન્ટ C.1.2 ના કારણે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ પેહલા યુકે., યુરોપ અને મિડલ ઇસ્ટ પૂરતા મુસાફરો માટે મર્યાદિત હતું.

દક્ષિણ આફ્રિકામાં મે માસમાં C.1.2વેરયન્ટ મળી આવ્યો
વેરયિન્ટ કોંગો ડેમોક્રેટિક િરપબ્લિક, મોરીશસ, ચીનમાં મળ્યો
વેરિયન્ટ ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, પોર્ટુગલ અને સ્વિટ્ઝરલેન્ડમાં મળ્યો

દક્ષિણ આફ્રિકામાં દર મહિને C.1.2 વેરિયન્ટના જીનોમની સંખ્યામાં સતત વધારો
દક્ષિણ આફ્રિકા સહિત દુનિયાભરમાં C.1.2 વેરિયન્ટની સીક્વન્સની સંખ્યા અને તેની ફ્રિકવન્સીનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું નથી. પરંતુ દક્ષિણ આફ્રિકામાં દર મહિને C.1.2 વેરિયન્ટના જીનોમની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મે માસમાં C.1.2 વેરિયન્ટના જીનોમની સીક્વન્સ 0.2 ટકા હતી. જે જૂન માસમાં વધીને 1.2 ટકા અને જુલાઈમાં 2 ટકા થઈ છે. સંશોધકોનું કહેવું છેકે, C.1.2 વેરિયન્ટ કોરોનાની રસીની સુરક્ષાને ભેદી શકે છે. C.1.2 વેરિયન્ટ એન્ટીબોડીમાં ઈમ્યૂનને ખતમ કરે છે. C.1.2 વેરિયન્ટના કારણે કેટલાક લોકોની બોડીમાં એન્ટીબોડી બની નથી. અને બની છે તો તે ખૂબ નબળી છે.


Related News

Loading...
Advertisement
Advertisement