દેશમાં કેરળ બાદ હવે તમિલનાડુમાં નિપાહ વાયરસ જોવા મળ્યો: કોઇમ્બતૂરમાં સામે આવ્યો કેસ

06 September 2021 07:56 PM
Health
  • દેશમાં કેરળ બાદ હવે તમિલનાડુમાં નિપાહ વાયરસ જોવા મળ્યો: કોઇમ્બતૂરમાં સામે આવ્યો કેસ

કેરળમાં નિપાહ વાઈરસના કારણે રવિવારે 12 વર્ષના બાળકનું મોત થયું

ચેન્નાઇ:
કોરોના વાયરસની બીજી લહેરની અસર દેશમાં હજુ પુરી રીતે પૂર્ણ થઇ નથી. કેરળમાં તાજેતરમાં નિપાહ વાયરસનો કેસ સામે આવ્યો હતો, હવે તમિલનાડુમાં પણ એક એક સામે આવ્યો છે. કોઇમ્બતૂરના જિલ્લા અધિકારીના જણાવ્યા અનુસાર નિપાહ વાયરસનો એક કેસ સામે આવ્યો છે. તમામ રીતની સાવધાનીઓ રાખવામાં આવી રહી છે. હવે તાવ આવતા લોકો હોસ્પિટલ જઇ રહ્યા છે, તેમની તપાસ કરવામાં આવશે.

આ નિપાહ વાયરસે ત્યારે દરેકને ચોકાવી દીધા જ્યારે રવિવારે કેરળમાં એક 12 વર્ષના બાળકનું મોત થયુ હતુ. કેરળના કોઝિકોડમાં 12 વર્ષના બાળકની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પરંતુ તેને દમ તોડી દીધો હતો.

કેરળ માટે આ ચિંતાનો વિષય એટલા માટે પણ છે, કારણ કે અહી કોરોનાની લહેરે સ્થિતિ બગાડી દીધી છે. દેશમાં જેટલા પણ કેસ સામે આવી રહ્યા છે, તેમાંથી 70 ટકા આશરે કેરળથી સામે આવી રહ્યા છે. કેરળમાં જ 2 લાખની નજીક કોરોનાના એક્ટિવ કેસ છે.

તમને જણાવી દઇએ કે નિપાહ વાયરસ સૌથી પહેલા 1998માં મલેશિયામાં સામે આવ્યો હતો. ભારતના પશ્ચિમ બંગાળમાં 2001માં તેના કેટલાક કેસ સામે આવ્યા હતા. આ તમામ કોરોના વાયરસની જેમ જ ફેલાય છે.

નિપાહ વાયરસ જાનવરમાંથી મનુષ્યોમાં ફેલાય છે. તેનું પણ મૂળ કારણ ચામાચીડીયુ જ હોય છે પરંતુ વર્તમાન સમયમાં કોઇ મનુષ્યમાંથી મનુષ્યમાં પણ વાયરસ ફેલાવવાનો ડર બતાવવામાં આવી રહ્યો છે. આ સિવાય સૂઅરોમાંથી પણ નિપાહ વાયરસ ફેલાવાનો ડર છે.

આ વાયરસના લક્ષણમાં તાવ આવે છે જે બે અઠવાડિયા સુધી રહે છે અને શરીરને નુકસાન પહોચાડે છે. ચિંતાની વાત એ છે કે આ વાયરસને કારણે કોઇ પણ વ્યક્તિના મગજ પર ખરાબ અસર પડે છે, જે મોત તરફ લઇ જાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement