બદલાવની પહેલ : સુરતમાં ફૂટવેર કંપનીએ કિન્નરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો

06 September 2021 08:04 PM
Surat Gujarat
  • બદલાવની પહેલ : સુરતમાં ફૂટવેર કંપનીએ કિન્નરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો
  • બદલાવની પહેલ : સુરતમાં ફૂટવેર કંપનીએ કિન્નરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો

થર્ડ જેન્ડર માટે માનસિકતા બદલવા કોઈ તો આગળ આવ્યું : ખુશીનો ભાવ પ્રગટ કરતા કિન્નર રાજવી

સુરત:
સમાનતા એ જ મહાનતાના વિચાર સાથે સુરતની એક ફૂટવેર કંપનીએ બદલાવની પહેલ કરી છે. કંપનીએ મોડેલોને બાજુ મૂકી કિન્નરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે.

સામાન્ય રીતે બ્રાન્ડેડ કંપનીઓ પોતાની બ્રાન્ડ માટે યુવાન અને સુંદર યુવક યુવતીઓની પસંદગી કરતી હોય છે. પણ સુરતની એક શૂઝ કંપનીએ બીજા કોઈની પસંદગી નહિ કરતા કિન્નર રાજવી જાનની પસંદગી કરી છે અને લોકોને સમાનતા એ જ મહાનતાનો સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે.

રાજવી જાનનો સંઘર્ષ જન્મતાની સાથે જ શરુ થઇ ગયો હતો. તેના માતા-પિતાને જ્યારે ખબર પડી કે તે કિન્નર છે. ત્યારે તેઓએ ઓળખ છુપાવી દીધી, શાળા અને કોલેજમાં તેણે છોકરાની જ ઓળખ બતાવીને અભ્યાસ કર્યો. પરંતુ પછી અંદરો અંદર જ કાંઇક ખોટું કર્યાનો અહેસાસ થયા કરતો હતો. રાજવીએ પહેરવેશમાંથી બહાર આવી તેણે સમાજને સાચી રાહ બતાવવાનું શરુ કર્યું કે તરત જ તેના પિતાનો વિરોધ શરુ થઇ ગયો હતો. પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. પિતાના ઘરેથી નીકળ્યા બાદ કિન્નર સમાજમાં જવાની જગ્યાએ સારી રીતે સોસાયટીમાં ઘર લઈને સ્વનિર્ભર બનાવવાનું નક્કી કર્યું હતું અને આજે તેણે સુરતના અડાજણ વિસ્તારમાં એક નમકીનની દુકાન શરુ કરી છે.

રાજવી હવે ખુશ છે કે સમાજમાં બદલાવ લાવવા કોઈ તો આગળ આવ્યું છે. તેની મોડેલ તરીકે પસંદગી થતા તે બહુ ખુશ છે. સુરતની શૂઝ કંપની દ્વારા પોતાના બ્રાન્ડના શૂટ માટે કોઈ યુવાન અને આકર્ષક યુવક યુવતીની નહિ પણ કિન્નરની પસંદગી કરવામાં આવી છે. તેમનું કહેવું હતું કે અમે સમાજમાં એક સંદેશો આપવા માંગતા હતા જેથી અમે અમારા મોડેલમાં રાજવીની પસંદગી કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement