સુરતમાં ઘનઘોર વાદળો વચ્ચે બપોરે ફરી ધોધમાર વરસાદ: અંબાજીમાં વાદળ ફાટયાનો ઘાટ, સર્વત્ર પાણી-પાણી

07 September 2021 05:47 PM
Surat Rajkot
  • સુરતમાં ઘનઘોર વાદળો વચ્ચે બપોરે ફરી ધોધમાર વરસાદ: અંબાજીમાં વાદળ ફાટયાનો ઘાટ, સર્વત્ર પાણી-પાણી

સુરતના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર: નર્મદા, નવસારી, વડોદરા સહિતના જીલ્લાઓમાં પણ વરસાદ

રાજકોટ તા.7
રાજયમાં ચાલુ સપ્તાહમાં વરસાદનો સારો રાઉન્ડ રહેવાની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ હોય તેમ આજે બપોરથી સુરત, વડોદરા, નવસારી, નર્મદા, છોટા ઉદેપુર સહિતના જીલ્લાઓમાં વરસાદ છે.

સુરત શહેરમાં બપોરે એકાએક હવામાન પલ્ટો થયો હતો. ઘનઘોર વાદળોથી આકાશ ઢંકાઈ ગયુ હતું અને શહેરમાં અંધારુ થઈ ગયાના માહોલ વચ્ચે ધોધમાર વરસાદ હતો. કિમ, કોસંબા, વરાછા, અઠવા, ઓલપાડ, અડાજણ, લીંબાયત સહિતના ભાગો ધૂમ વરસાદથી જળબંબાકાર થવા લાગ્યા હતા. ટ્રાફીકને પણ અસર થઈ હતી. ઘનઘોર વાતાવરણથી ધોળા દિવસે લાઈટો ચાલુ કરવી પડી હતી.

આ સિવાય નર્મદાના ડેડીયાપાડામાં બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ ખાબકયો હતો. સાગબારામાં સવા ઈંચ વરસાદ હતો. 28 તાલુકામાં હળવો ભારે વરસાદ હતો.
દરમ્યાન યાત્રાધામ અંબાજીમાં પણ આજે બપોરે કડાકાભડાકા સાથે અતિભારે વરસાદ પડયો હતો. વાદળ ફાટયુ હોય તેમ 15 મીનીટમાં અંધાધુંધ વરસાદથી સમગ્ર શહેરમાં જાણે પાણીની નદી વહેવા લાગી હતી. અંબાજી હાઈવે પણ પાણીમાં ગરકાવ થયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement