રાજ્યમાં કોરોનાની અસર પૂર્ણતાના આરે: નવા 18 પોઝિટિવ સામે 21 દર્દીઓ સાજા થયાં

07 September 2021 09:50 PM
Rajkot Health
  • રાજ્યમાં કોરોનાની અસર પૂર્ણતાના આરે: નવા 18 પોઝિટિવ સામે 21 દર્દીઓ સાજા થયાં

રાજકોટમાં ફરી શુન્ય કેસ: 26 જિલ્લામાં એક પણ કેસ ન આવ્યા: એક્ટિવ કેસની સંખ્યા વધીનેને 149 પર પહોંચી હતી

રાજકોટ:
રાજ્યમાં કોરોનાની અસર ધીમે ધીમે પૂર્ણતા ના અરે પહોંચી હોય તેમ આજે નવા 18 કેસ સામે આવ્યા હતા.જ્યારે 21 દર્દીઓ સાજા થયા હતા, જ્યારે રાજકોટ જિલ્લામાં આજે પણ શુન્ય કેસ નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.તેમજ 26 જિલ્લામાં આજે કોરોનાના કોઈ દર્દી નોંધાયા ન હતા. અને કુલ 8.25 લાખ સંક્રમિતોમાંથી 815296 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. આજે રિકવરી રેટ 98.76 ટકા યથાવત રહ્યો હતો. તેમજ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 149 પર પહોંચી હતી.

ગુજરાતના 26 જિલ્લા જેમાં અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, ખેડા, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને વલસાડ કોઈ નવો કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર ગ્રામ્ય, સુરત ગ્રામ્ય અને વડોદરા ગ્રામ્યમાં પણ શૂન્ય કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે એક પણ મોત નોંધાયું ન હતું. રાજયમાં કુલ 6 દર્દી વેન્ટિલેટર પર છે.જ્યારે 143 દર્દીઓ સ્ટેબલ છે.રાજ્યનો કુલ મૃત્યુઆંક 10082 તથા કુલ પોઝિટિવ કેસનો આંક 825527 પર પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલ કેસ
અમદાવાદ 7, સુરત 3, કચ્છ-નવસારી-વડોદરા 2, ગાંધીનગર અને તાપીમાં 1-1 કેસ નોંધાયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement