વેકસીનેસન કામગીરી વધુ વેગવંતી: આવતીકાલે શહેરમાં ૩૪ સેશન સાઈટ પર કોરોના વિરોધી રસીના ડોઝ અપાશે

07 September 2021 10:02 PM
Rajkot Health
  • વેકસીનેસન કામગીરી વધુ વેગવંતી: આવતીકાલે શહેરમાં ૩૪ સેશન સાઈટ પર કોરોના વિરોધી રસીના ડોઝ અપાશે

૨૯ સેસન સાઈટ કોવિશિલ્ડ રસીનો પ્રથમ અને ૩ કેન્દ્રો પર બીઝો ડોઝ: ૨ કેન્દ્રો પર કોવેકસીનનો માત્ર બીજો ડોઝ અપાશે

રાજકોટ:
રાજકોટ શહેરમાં કોરોના વિરોધી વેક્સિન આપવાની કામગીરીને વધુ વેગવંતી બનાવવા ચાલી રહેલ વેકસીનેસન અંતર્ગત આવતીકાલે તા.૦૮ના રોજ શહેરમાં ૨૯ સેસન સાઈટ પર કોવિશિલ્ડ નો પ્રથમ ડોઝ આપવામાં આવશે જ્યારે ૩ કેન્દ્રો પર બીજો ડોઝ આપવામાં આવશે. તેમજ ૦૨ સેસન સાઈટ પર કોવેકસીન રસીનો બીજો ડોઝ આપવામાં આવશે. જે નાગરિકોએ કોવેક્સિન રસી લીધાના ૨૮ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવેક્સિન રસીનો બીજો ડોઝ લઇ શકશે, તેમજ નાગરિકોએ કોવિશિલ્ડ રસી લીધાના ૮૪ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લઇ શકશે.

જે સેસન સાઈટ ખાતે કોવીશીલ્ડ રસી આપવામાં આવશે તેમાં
1) સિવિલ હોસ્પિટલ
2) પદ્મકુંવરબા હોસ્પિટલ
3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4) ચાણક્ય સ્કુલ – ગીત ગુર્જરી સોસાયટી
5) નંદનવન આરોગ્ય કેન્દ્ર
6) નાનામવા આરોગ્ય કેન્દ્ર
7) મવડી આરોગ્ય કેન્દ્ર
8) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
9) શાળા નં. ૨૮, વિજય પ્લોટ
10) સિટી સિવિક સેન્ટર – અમીન માર્ગ
11) સદર આરોગ્ય કેન્દ્ર
12) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
13) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
14) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
15) કાંતિભાઈ વૈદ્ય હોલ, હુડકો
16) શાળા નં. ૨૦ બી, નારાયણનગર
17) જંકશન આરોગ્ય કેન્દ્ર
18) માધાપર આરોગ્ય કેન્દ્ર
19) રેલ્વે હોસ્પિટલ
20) મોરબી રોડ, કોમ્યુનીટી હોલ
21) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
22) આદિત્ય સ્કુલ – ૩૨ (IMA આરોગ્ય કેન્દ્ર)
23) સરદાર સ્કુલ, સંત કબીર રોડ
24) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
25) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
26) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
27) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
28) તાલુકા શાળા (BRC) ભવન
29) મોટા મવા ગ્રામ પંચાયત

જે સેસન સાઈટ ખાતે કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ આપવામાં આવશે તેમાં
1) વેસ્ટ ઝોન ઓફીસ હોલ
2) ઇસ્ટ ઝોન ઓફીસ હોલ
3) મેસોનિક હોલ, ભૂતખાના ચોક

જે સેસન સાઈટ ખાતે કોવેકસીન રસીનો બીજો ડોઝ આપવામાં આવશે તેમાં
1) માયાણી આવાસ ક્વાર્ટર આંગણવાડી, નાનામવા રોડ
2) શાળા નં. ૪૯ બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક ખાતે વેકસીનેસનની કામગીરી હાથ ધરવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement