ક્રિકેટ ટીમ પસંદગીમાં પણ તાલીબાને ‘ટંગડી’ અડાડતાં રાશિદ ખાને કેપ્ટનશીપ છોડી દીધી

10 September 2021 04:54 PM
Sports
  • ક્રિકેટ ટીમ પસંદગીમાં પણ તાલીબાને ‘ટંગડી’ અડાડતાં રાશિદ ખાને કેપ્ટનશીપ છોડી દીધી

ટી-20 વર્લ્ડકપ માટે પસંદ કરાયેલી ટીમથી રાશિદ નારાજ: મોહમ્મદ નબીને કેપ્ટન બનાવાયો

નવીદિલ્હી, તા.10
દેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાશિદ ખાને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. ટી-20 વર્લ્ડકપ માટે અફઘાન ક્રિકેટ બોર્ડે પોતાની 18 ખેલાડીઓની ટીમ જાહેર કરી છે જેમાં રાશિદ ખાનને કેપ્ટન બનાવાયો છે. જો કે એસીબીના આ ટવીટ બાદ રાશિદે પોતાના વ્યક્તિગત ટવીટર હેન્ડલ પર પોસ્ટ લખીને કેપ્ટનપદેથી હટી જવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

તખ્તાપલટ થતાં જ તાલીબાને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડમાં પણ પોતાના માણસો બેસાડવાનું શરૂ કરી દીધું હતું. આ વાત પણ કોઈનાથી છૂપી નથી કે રાશિદ ખાન સતત તાલીબાનનો વિરોધ કરી રહ્યો છે. સ્ટાર સ્પિનર યુએઈમાં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટે બોર્ડ દ્વારા જાહેર કરાયેલી ટીમથી રાજી નહોતે. કેપ્ટનપદ છોડતાં રાશિદે લખ્યું કે ટીમ પસંદગી માટે કોઈ સલાહ લેવામં અવી નથી એટલા માટે તે આ પદ છોડી રહ્યો છે.

રાશિદે લખ્યું કે કેપ્ટન અને દેશના એક જવાબદાર નાગરિક તરીકે ટીમની પસંદગીનો હિસ્સો બનવાનો મારો અધિકાર છે. પસંદગી સમિતિ અને એસીબીએ એ ટીમ માટે મારી સહમતિ લીધી નથી જેની જાહેરાત મીડિયામાં કરાઈ છે. હું અફઘાન ટીમની કેપ્ટનશીપ તાત્કાલિક છોડું છુ. અફઘાન માટે રમવું મારા માટે હંમેશા ગર્વની વાત રહી છે. રાશિદના હટતાંની સાથે જ એસીબીએ મોહમ્મદ નબીને ટીમનો કેપ્ટન બનાવ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement