આઈપીએલના કારણે હોલીડે ડેસ્ટીનેશન માટે બેસ્ટ ચોઈસ યુએઈની ફલાઈટની માંગ વધી

10 September 2021 05:00 PM
Sports Top News
  • આઈપીએલના કારણે હોલીડે ડેસ્ટીનેશન માટે બેસ્ટ ચોઈસ યુએઈની ફલાઈટની માંગ વધી

દુબઈની એર ટીકીટની માંગ વધતા ભાડામાં પણ થયો તોતીંગ વધારો

મુંબઈ તા.10
કોરોનાનો કહેર ઠંડો પડતાં વિદેશોમાં જવાનાં ભાડા વધવા લાગ્યા છે. ત્રણ મહિના બાદ ભારત-યુએઈની જોડી એરલાઈનની ટોપ-10 ની યાદીમાં પરત ફરી છે.આ મહિને લગભગ 12 લાખ સીટ સાથે એરલાઈન્સ ઉડવાની છે. સપ્ટેમ્બરમાં આઠમો સૌથી વધુ વ્યસ્ત રૂટ તરીકે ભારત-યુએઈએ સ્થાન મેળવ્યુ છે. આ અઠવાડીયે દિલ્હી,મુંબઈથી દુબઈ જેવા શહેરોની નોન સ્ટોપ ફલાઈટસમાં સૌથી સસ્તુ રીટર્ન ભાડુ 65,000 થી શરૂ થાય છે.

ટોપ-10 દેશોની ફલાઈટની સરખામણી કરતા એક રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે આ મહિને ભારત-યુએઈ, મેકસિકો, યુએસ અને સ્પેન-ઈટલીની ફલાઈટનાં પેસેન્જરોએ એર ટીકીટ માટે સૌથી વધુ નાણા ચુકવ્યા હતા.તેમાં પણ આ અઠવાડીયાની ફલાઈટ ટીકીટનાં ભાવ સૌથી વધારે છે. આ અઠવાડીયાનાં અંતમાં મુંબઈથી દુબઈની નોન સ્ટોપ રીટર્ન ટીકીટનો સૌથી મોટો ભાવ 90,000 હતો. જયારે દિલ્હીથી, ટીકીટનો ભાવ 70,000 નકકી થયો હતો.

દુબઈથી વિકેન્ડ ફલાઈટની માંગ ખુબ વધી છે. જેથી તમામ એરલાઈન્સનાં ભાડામાં વધારો થયો છે. સસ્તા વિકલ્પો માટે એર ઈન્ડીયાની ટ્રાઝીસ્ટ ફલાઈટ મુંબઈ-લખનૌ દુબઈ ઉપલબ્ધ છે. જેનું ભાડુ 50,000 થી શરૂ થાય છે. કોવીડ પૂર્વે મુંબઈથી દુબઈની રીટર્ન ટીકીટ 26000 થી શરૂ થતી હતી. પરંતુ હવે 19 સપ્ટેમ્બરથી યુએઈ ખાતે આઈપીએલ યોજાવાની હોવાથી પણ ફલાઈટની માંગ વધી છે.બીજી તરફ ભારત બહાર ફરવા માટે દુબઈ સૌથી વધુ લોકપ્રિય સ્થળ છે.


Related News

Loading...
Advertisement
Advertisement