બરવાળામાં ધોધમાર વરસાદમાં પતિ દ્વારા કાઢી મુકેલ પીડિત મહિલાને મદદ કરતી બોટાદ 181ની ટીમ: કાઉન્સીલીંગ

10 September 2021 05:14 PM
Botad
  • બરવાળામાં ધોધમાર વરસાદમાં પતિ દ્વારા કાઢી મુકેલ પીડિત મહિલાને મદદ કરતી બોટાદ 181ની ટીમ: કાઉન્સીલીંગ

બોટાદ, તા. 10
તા. 8/9 નાં રોજ બરવાળા સી.ટી વિસ્તાર માંથી મહિલાએ 181 માં ફોન કરીને મદદ માગવામાં આવેલ કે મારે આઠ માંસનો ગર્ભ છે. મારા પતિ એ ઝધડો કરી મને ધરમાંથી બહાર કાઢી મુકેલ છે તેથી મને મદદ માટે 181 વાનની જરૂર છે.

બોટાદ 181 અભયમ મહિલા હેલ્પ લાઇન ટીમને જાણ થતા કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન, મહિલા કોન્સ્ટેબલ મેણીયા મિના બેન તથા પાયલોટ નિલેશભાઈ ચુડાસમા જણાવેલ સ્થળ પર પહોંચતા જોવા મળ્યું કે પીડિત મહિલા ભારે વરસાદ માં એક મકાનની છત નીચે ઉભા હતા.પીડિત મહિલા સાથે 181 ટીમે વાતચીત કરી પીડિતાનુ ધર નજીક હોવાથી પીડિતાને તેના ધરે લઇ જઇ કાઉન્સેલીંગ ની દોર શરૂ કરેલ.

ત્યાર બાદ પીડિત મહિલા એ ફરિયાદ માં જણાવેલ તેમના લગ્ન ને નવ વર્ષ જેટલો સમયગાળો થયેલ છે. સંતાન માં એક બાળક છે.તેના પતિ ને લગ્ન બાહય સંબંધ હોય જેના કારણે તેમના લગ્ન જીવનમાં અવાર-નવાર ઝગડા થતા હોય અને એ વાતચીતના ઝગડામાંથી ધણીવાર મારકુટ પર કરે છે.નશા નું સેવન પણ ધણી વાર કરતા હોય છે.હાલ મારે આઠ માસ નો ગર્ભ હોય અને મને માનસિક-શારીરિક ત્રાસ આપી હેરાન કરતા હોય તેથી મે કંટાળી 181 ની મદદ માંગેલ.ત્યાર બાદ પીડિતા ના પતિ નું કાઉન્સેલીંગ કરી સમજાવ્યા હતા પછી પીડિત મહિલાના પતિ એ તેમની ભુલ સ્વિકાર કરી બાહેધરી આપી

કે હવે હું મારી પત્ની ને રાજી-ખુશીથી રાખી અમારુ લગ્ન જીવન ખુશ-ખુશાલ રીતે વિતે એવા તમામ પ્રયત્ન કરીશ..આમ,181 ટીમે પતિ-પત્ની વચ્ચેના મતભેદો દુર કરી પ્રેમપૂર્વક સમસ્યાનું સમાઘાન કરીને તેમનું લગ્ન જીવન તુટતા બચાવ્યું.*ઘરેલું હિંસા કે અન્ય કોઈ હેરાનગતિ મા બહેનો ની મદદ માટે 24 કલાક કાર્યરત સેવા સમય સર પહોંચી ધણા પરિવારને તુટતા બચાવેલ રાજ્ય સરકાર ની 181 અભયમ મહિલા હેલ્પલાઇન સેવા આશીર્વાદ રુપી સાબિત થઇ રહી છે.


Loading...
Advertisement
Advertisement