રાણપુર તાલુકામાં ઓછા વરસાદ તથા ભારે પવનના કારણે કપાસનો ઉભો પાક જમીનદોસ્ત

10 September 2021 05:33 PM
Botad
  • રાણપુર તાલુકામાં ઓછા વરસાદ તથા ભારે પવનના કારણે કપાસનો ઉભો પાક જમીનદોસ્ત

બોટાદ, તા. 10
રાણપુર તાલુકાના વિસ્તારમાં પડેલા વરસાદ અને સાથે ફેંકાયેલ અતિ ભારે પવનના કારણે રાણપુર પંથકમાં કપાસના ઉભો પાક જમીન દોસ્ત થતા મોઢે આવેલ કોળિયો છીનવાઈ જતાં ખેડૂતો ને 1 વીઘા દીઠ આશરે 15 હજારથી વધુની રકમનુ નુકસાન થતાં ખેડૂતો એ સરકાર પાસે કરી સહાયની માંગ, ગત વર્ષે અતિ વૃષ્ટિ થી ખેડૂતોને નુકસાન થયું હતું જ્યારે 2019 ના વર્ષમાં અનાવૃષ્ટિ ના કારણે ખેડૂતો ના પાક નિષ્ફળ ગયા હતા.

રાણપુર તાલુકાનો સમગ્ર વિસ્તાર ખેતી પર નિર્ભર વિસ્તાર છે, આ સમગ્ર તાલુકા પંથકમાં મોટા પ્રમાણમાં કપાસના પાકનું વાવેતર કરવામાં આવે છે જેમાં ચાલુ વર્ષે ટોટલ વાવેતર ના 70 થી 80 ટકા આશરે 20000 હેક્ટર જમીનમાં કપાસના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે,

મોટા ભાગે વરસાદી પાણી થી ખેતી પર નિર્ભર વિસ્તાર છે ત્યારે ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા કૂવા અને બોર ના પાણીથી મહા મહેનતે વાવેતર કર્યા બાદ મોડેથી થયેલા વરસાદ અને સાથે થયેલા પવન ના કારણે ખેડૂતોની હાલત કફોડી બની, ત્યારે ચાલુ વર્ષે થયેલ વરસાદની સાથે અતિ ભારે પવન ફૂંકાયો હતો જે પવન ના કારણે ખેડૂતો એ મહા મહેનતે તૈયાર કરેલ કપાસનો પાક જમીન દોસ્ત થઈ ગયો હતો.

જેને લઈ ખેડૂતોની હાલત કફોડી બની છે, પવન અને વરસાદના કારણે કપાસનો પાક જમીન દોસ્ત થવાથી ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાઈ જતાં ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા છે હાલની પરિસ્થિતિમાં ખેડૂતોને 1 વીઘા દીઠ અંદાજે 15 હજારથી પણ વધારે રકમનુ નુકસાન જવાની ભીતિ થી ખેડૂતો પોતાના પરિવારના ગુજરાન ને લઈ ચિંતિત થયા છે, ખેડૂતો ને ગત વર્ષે અતિવૃષ્ટિ ના કારણે પાક નિષ્ફળ થવા પામ્યા હતા

જ્યારે એની આગળના વર્ષ 2020 માં અનાવૃષ્ટિ ના કારણે પાક નિષ્ફળ ગયા હતા જેને લઈ ખેડૂતો હાલ પાયમાલની સ્થિતિ પર છે હાલ ખેડૂતોને આ વર્ષે સારો પાક થવાની આશા બંધાઈ હતી. છેલ્લી ઘડીએ વરસાદ અને પવને વિનાશ વેરતા ખેડૂતો મૂંઝાયા છે, રાણપુર, બરાનીયા, દેવળીયા, બોડીયા, નાગનેશ, પાટણા ગામો સહિત સમગ્ર તાલુકા પંથકમાં ખેડૂતોના કપાસના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો હવે સરકાર પાસે સહકાર અને સહાયની માંગ કરી રહ્યા છે.


Loading...
Advertisement
Advertisement