દિલ્હીની સ્માર્ટ પોલીસે ઈ-બીટબુક એપથી અનેક કેસ ઉકેલ્યા

10 September 2021 07:04 PM
India Technology
  • દિલ્હીની સ્માર્ટ પોલીસે ઈ-બીટબુક એપથી અનેક કેસ ઉકેલ્યા

ઈ-બીટબુકમાં હોય છે અપરાધીની ડીઝીટલ કુંડળી: પોલીસે આ ટેકનીકની મદદથી 105 કુખ્યાત ગુનેગારો પકડયા

નવી દિલ્હી તા.10
ડિઝીટલ ટેકનોલોજીના યુગમાં પોલીસ વિભાગ પણ આ ટેકનોલોજીથી સજજ થયું છે. દેશની સ્માર્ટ પોલીસમાં ગણતરી પામતી દિલ્હી પોલીસ કેસની તપાસમાં ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરે છે. જો વાત ગત વર્ષે એપ્રિલમાં શરુ થયેલ અપરાધીઓની ડિઝીટલ કુંડલી ‘ઈ-બીટ બુક’ એપની કરીએ તો આ એપની મદદથી દિલ્હી પોલીસે માત્ર 75 કેસ જ નથી ઉકેલ્યા. બલ્કે 105 જેટલા અપરાધીઓને જેલના સળીયા પાછળ ધકેલ્યા છે.

ખરેખર તો ઈ-બીટ બુક એપ દિલ્હીના દરેક પોલીસ સ્ટેશનના બીટ અધિકારી પાસે છે. આ એપથી ઘટનાસ્થળેથી લેવામાં આવેલ ફીંગર પ્રિન્ટ સાથે સરખામણી કરવાથી અગાઉથી મોજૂદ અપરાધીની વિગત બહાર આવે છે. સાથે સાથે ફેસ રેકગનાઈઝેશન ફિચરથી કોઈ શખ્સની તસ્વીર લેતા જ તેના અગાઉથી અપલોડ વિવરણ બહાર આવે છે. તેમાં ફોટોને અપલોડ કરવાની પણ સુવિધા છે.

ફોટો અપલોડ કરતા જ પકડાઈ ગયો અપરાધી: ગત 2 જુલાઈએ તુગલક રોડ વિસ્તારમાં પોલીસે એક શંકાસ્પદના ચહેરાને ઈ-બીટ બુક ફેસીયલ રેકગનાઈઝેશન સિસ્ટમથી મેચ કરાયો તો તેનો ભેદ ખુલી ગયો હતો. ખબર પડી હતી કે તે બદમાશ ગોપા ઉર્ફે ઉપ્પલ છે જે મુળ રીતે કોલકાતાના ખજુરીલાલનો રહેવાસી છે. તેની સામે ડઝનબંધ આપરાધિક કેસો છે.

એપ સાથે ચહેરો મેચ કરી બદમાશને દબોચ્યો: થામિયાનગર પોલીસે એક બાઈક સવાર પાસે કાગળીયા માંગ્યા તો તે ન દેખાડી શકયો, શંકા થતા પોલીસે ‘ઈ-બીટબુક’ થી બાઈક સવારની ઓળખ કરી તો તે વિસ્તારનો કુખ્યાત અપરાધ નીકળ્યો. ખબર પડી કે તે બાટલા હાઉસ નિવાસી સુહેલ અંસારી છે કે જે દક્ષિણ અને દક્ષિણ પુર્વી દિલ્હીમાં અનેક અપરાધોને અંજામ આપી ચૂકયો છે.

શું છે ઈ-બીટબુક?
ઈ-બીટબુક વેબ અને મે, બાઈલ આધારીત એપ્લીકેશન છે, જે રિયલ ટાઈમ અપરાધ અને અપરાધીઓની જાણકારી ઉપલબ્ધ કરાવે છે. આથી બદમાશો સુધી પોલીસની પહોંચ સરળ થઈ છે. આ સાથે નવા અપરાધ અને અપરાધીઓ સાથે સંલગ્ન સૂચનાઓ સતત અપડેટ કરવાથી ભવિષ્યમાં થનારી ઘટનાની તપાસમાં પણ થનારી તપાસમાં પણ ઉપલબ્ધ ડેટા વિશ્લેષણથી મદદ મળે છે.


Related News

Loading...
Advertisement
Advertisement