ફેસબુકે રે-બૈનની સાથે બનાવ્યા કેમેરાવાળા ચશ્મા: પ્રાઈવસી પરનો વિવાદ ફરી ચગ્યો

10 September 2021 07:06 PM
Technology World
  • ફેસબુકે રે-બૈનની સાથે બનાવ્યા કેમેરાવાળા ચશ્મા: પ્રાઈવસી પરનો વિવાદ ફરી ચગ્યો

નવી દિલ્હી તા.10
ફેસબુક પ્રાઈવસી બાબતે વિવાદોનાં વમળમાં ફસાયેલું જ છે ત્યાં હવે તેણે એક નવો વિવાદ શરુ કર્યો છે. ફેસબુકે રે-બૈનની સાથે મળીને કેમેરાવાળા ચશ્મા લોન્ચ કર્યા છે. આ એક જબરદસ્ત સાધન છે પરંતુ તેના કારણે પ્રાઈવસી બાબતે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

આ પુર્વે ફેસબુકનાં સીઈઓ ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, લોકોની પ્રાઈવસી મહત્વની છે. આ બાબત હવે અવળી સાબીત થઈ રહી છે. મળતી માહિતી મુજબ, જો તમે ફેસબુકનાં આ કેમેરાવાળા ચશ્મા પહેરો છો તો તે ડાયરેકટ તમારાં ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ નથી થતાં. તે માત્ર મોટાં વિડીયો અને ફોટાં લઈ શકે છે જેને ફોન પર એક વિશેષ એપ મારફતે મોકલી શકાય છે જે બ્લુટુથથી ચશ્માને જોડી શકે છે. આ એપનું નામ ‘કયુ’ છે.

જેમાં લોગઈન થવા ફેસબુક એકાઉન્ટ જરુરી છે. પરંતુ આ ફોટો એકાઉન્ટમાં કનેકટ નથી થતાં ફોનમાં જ રહે છે. આ ચશ્માનાં બંને ડંડા પર કેમેરો લગાવેલો છે જે પાંચ મેગાપિકસલનો છે. ચશ્માનાં ડંડા પર સ્પીકર પણ છે જે સ્પર્શથી સક્રીય થાય છે અને ઉપયોગ કરવામાં સરળ છે. આ ચશ્મા થોડા ભારે છે અને તેને ચાર્જ થવામાં આશરે 6 કલાક જેટલો સમય લાગે છે. જો કે, આ ચશ્માનાં લોન્ચીંગ બાદ પ્રાઈવસી બાબતે સવાલો ઉભા થઈ રહ્યાં છે.


Related News

Loading...
Advertisement
Advertisement