નુકસાની ભરપાઈ કરવા નિર્માતાઓ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવા અધીરા

10 September 2021 07:55 PM
Entertainment India
  • નુકસાની ભરપાઈ કરવા નિર્માતાઓ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવા અધીરા

કંગનાની ‘થલાઈવી’ ને રિલીઝ માટે સિનેમાવાળાઓ અનિર્ણિત

* સિનેમા માલિકો ઈચ્છે છે ‘થલાઈવી’ હિન્દી વર્ઝન ચાર હપ્તા બાદ ઓટીટી પર રિલીઝ થાય

મુંબઈ:
કંગના રનૌતની ફિલ્મ ‘થલાઈવી’ લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. પરંતુ હજુ સુધી મોટાભાગની સિનેમા ચેને આ ફિલ્મની રિલીઝને લઈને કોઈ નિર્ણય નથી કર્યો. આનું ખરું કારણ એ બહાર આવ્યું છે કે આ ફિલ્મના નિર્માતા ફિલ્મના હિન્દી વર્ઝનને સિનેમાઘરોમાં રિલીઝ બાદ માત્ર બે વીકમાં ઓટીટી પર રિલીઝ કરવા માંગે છે, જયારે ફિલ્મનું તમિલ અને તેલુગુ વર્જન સિનેમાઘરો પર રિલીઝના ચાર હપ્તા બાદ જ ઓટીટી પર આવશે.

આનું કારણ એ પણ માનવામાં આવે છે કે સાઉથ ઈન્ડીયામાં બધા રાજયોમાં સિનેમાઘર ખુલેલા છે, પરંતુ હિન્દી ફિલ્મોમાં સૌથી મોટા માર્કેટ મનાતા મહારાષ્ટ્રમાં કોરોનાના બીજા વેવ પછી હજુ સુધી સિનેમાઘર નથી ખુલ્યા. આથી ‘થલાઈવી’ ના નિર્માતા ફિલ્મને ઝડપથી ઓટીટી પર રિલીઝ પોતાની નુકશાની ભરપાઈ કરવા માંગે છે.

જયારે સામે પક્ષે સિનેમાવાળાઓ પણ ઈચ્છે છે કે તેમને ‘થલાઈવી’ માટે પણ ‘બેલબોટમ’ જેમ ચાર સપ્તાહની રિલીઝ વિન્ડો મળે, જયારે જાણકારોનું માનવું છે કે સિનેમાવાળાઓ ભલે ‘થલાઈવી’ આ સપ્તાહે રિલીઝ ના કરે પણ આગામી હપ્તે કેટલાક સિનેમાવાળા તેને રિલીઝ કરી શકે છે.

આ બારામાં ફિલ્મ ટ્રેડ એનાલીસ્ટ કોમલ નાહતા જણાવે છે કે આખો વિવાદ મહારાષ્ટ્રમાં સિનેમાઘરો ન ખુલવાને લઈને ચાલી રહ્યો છે. કારણ કે નિર્માતાઓને લાગે છે કે મહારાષ્ટ્રમાં સિનેમાઘરો નહીં ખુલવાથી તેમને રિલીઝ પહેલા જ મોટું નુકશાન પ્રોડયુસર અને એનાલીસ્ટ ગિરીશ જોહર પણ આ જ વાત કહે છે- મહારાષ્ટ્રમાં લગભગ ત્રણ-ચાર હજાર સ્ક્રીનને લઈને ફિલ્મને રિલીઝ પહેલાં જ 30થી40 ટકા કલેકશનનું નુકશાન થાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement