કેન્દ્ર સરકાર વધતા જતા ખાદ્ય તેલના ભાવને નિયંત્રિત કરશે : સંગ્રહખોરી-અયોગ્ય વેપારને રોકવા નવા નિયમો જાહેર કરશે

10 September 2021 09:16 PM
Business India
  • કેન્દ્ર સરકાર વધતા જતા ખાદ્ય તેલના ભાવને નિયંત્રિત કરશે :  સંગ્રહખોરી-અયોગ્ય વેપારને રોકવા નવા નિયમો જાહેર કરશે

ગ્રાહક બાબતોના મંત્રાલયે વિવિધ રાજ્યોના અધિકારીઓ સાથે બેઠક યોજી વ્યૂહરચના ઘડી : ગ્રાહકોને ખાદ્ય તેલના વધતા ભાવોથી રાહત આપવાનો હેતુ

નવી દિલ્હીઃ
લાંબા સમય બાદ સરકારનું ધ્યાન વધતા જતા ખાદ્ય તેલના ભાવ પર ધ્યાન પડ્યું છે. આ સંદર્ભે ગ્રાહક બાબતોના મંત્રાલયે આજે શુક્રવારે રાજ્યોના અધિકારીઓ સાથે એક વ્યૂહરચના ઘડી છે.

દેશમાં વાહનોના ક્રૂડ ઓઇલ સાથે રસોઈ તેલના ભાવ પણ આસમાને છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે આજે શુક્રવારે રાજ્યો સાથે ખાદ્યતેલના અયોગ્ય વેપારને રોકવા અને તેમની ઉપલબ્ધતામાં પારદર્શિતા લાવવાના પગલાં અંગે ચર્ચા કરી છે.

કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલય, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના સચિવ સુધાંધુ પાંડેએ રાજ્યોના અધિકારીઓ સાથે બેઠકમાં આ બાબતે વિગતવાર ચર્ચા કરી હતી. આ બેઠકનો હેતુ ગ્રાહકોને ખાદ્ય તેલના વધતા ભાવોથી રાહત આપવાનો છે. સ્ટોકના નિયમો જારી કરવામાં આવશે અને સંગ્રહખોરી અને અન્ય અયોગ્ય વેપાર બંધ કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement