પત્ની ટ્રિપલ તલાકની ફરિયાદ કરવા ગઈ, પોલીસે સામાન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો : આક્ષેપ

10 September 2021 10:05 PM
Surat Crime Gujarat
  • પત્ની ટ્રિપલ તલાકની ફરિયાદ કરવા ગઈ, પોલીસે સામાન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો : આક્ષેપ

સુરતની ઘટના : પોલીસ સ્ટેશનની બહાર જ પતિએ પત્નીને કહ્યું, ‘તલાક…તલાક...તલાક’

સુરત:
સુરતમાંથી ટ્રિપલ તલાકની ઘટના સામે આવી છે. પરંતુ પત્ની ટ્રિપલ તલાકની ફરિયાદ કરવા ગઈ ત્યારે પોલીસે સામાન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.

કેન્દ્ર સરકાર દ્વારા ત્રિપલ તલાકનો કાયદો અમલમાં મુકાયો છે. આ બાદ પણ ઘણા કેસો સામે આવી રહ્યા છે. સુરતમાં પોલીસ સ્ટેશનની બહાર જ પતિએ તેની પત્નીને તલાક આપી દીધી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે પીડિતાએ જણાવ્યું છે કે, તેના પતિએ પોલીસ સ્ટેશનની બહાર જ ત્રણ વખત તલાક બોલીને તેની પત્નીને તલાક આપી દીધા હતી.

જે બાદ પીડિત પત્નીએ આરોપ લગાવ્યો છે કે, અમરોલી પોલીસ સાથે તેના પતિને સારા સબંધો હોવાથી તેની ટ્રિપલ તલાકની ફરિયાદ નોંધાઈ નથી. મુસ્લિમ મહિલાઓની સુરક્ષા માટે નવો કાયદો બન્યો હોવા છતાં અમરોલી પોલીસે સામાન્ય કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. આ અંગે મહિલાએ સુરત પોલીસ કમિશનરને રજુઆત કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement