રવિન્દ્ર જાડેજાના પત્નિ રિવાબા અને બહેન નયનાબા વચ્ચે માસ્ક મુદ્દે ટકરાવ

11 September 2021 10:50 AM
India Sports
  • રવિન્દ્ર જાડેજાના પત્નિ રિવાબા અને બહેન નયનાબા વચ્ચે માસ્ક મુદ્દે ટકરાવ

રિવાબાએ માસ્ક બરાબર ન પહેરતા નયનાબાનો કટાક્ષ: આવા લોકો ત્રીજી લહેર માટે જવાબદાર હશે

રાજકોટ તા.11
જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન અને પત્નિ એટલે કે નણંદ-ભોજાઈ વચ્ચે માસ્ક ન પહેરવાને લઈને વિવાદ ઉભો થયો છે. આ અંગેની વિગત એવી છે કે નણંદ-ભોજાઈ પરસ્પર વિરોધી પાર્ટીનાં નેતા છે અને માસ્ક મામલે બન્ને વચ્ચે રાજકીય ટકકર સર્જાઈ છે. જાડેજાના પત્નિ રીવાબા ભાજપના નેતા છે જયારે બહેન નયનાબા કોંગ્રેસનાં નેતા છે. રિવાબાનાં એક રાજકીય કાર્યક્રમમાં લોકોની ભારે ભીડ ભેગી થઈ હતી અને રિવાબાએ બરાબર માસ્ક પહેર્યુ નહોતું. જેના પર નિશાન સાધીને નણંદ નયનાએ ભાભી રિવાબા પર નિશાન સાધતા પ્રહાર કર્યો હતો કે આવા લોકો ગુજરાતમાં ત્રીજી લહેર માટે જવાબદાર હશે.


Related News

Loading...
Advertisement
Advertisement