US ઓપન: વિમેન્સ સિંગલ્સના ફાઈનલમાં 53 વર્ષ બાદ ‘નવોદિત’ ખેલાડીઓ વચ્ચે થશે ટક્કર

11 September 2021 11:35 AM
India Sports
  • US ઓપન: વિમેન્સ સિંગલ્સના ફાઈનલમાં 53 વર્ષ બાદ ‘નવોદિત’ ખેલાડીઓ વચ્ચે થશે ટક્કર

150મો ક્રમ ધરાવતી 18 વર્ષીય રાડુકાનુએ 17મા ક્રમાંકની મારિયા સકારીને, 73મો ક્રમ ધરાવતી 19 વર્ષીય લેલા ફર્નાન્ડીઝે બીજા ક્રમની આર્યના સબાલેન્કાને હરાવી

નવીદિલ્હી, તા.11
23 ગ્રાન્ડ સ્લેમ વિજેતા સેરેના વિલિયમ્સ અને વર્લ્ડ નંબર વન એશ્લે બાર્ટીની ગેરહાજરીમાં યુએસ ઓપનના વિમેન્સ સિંગલ્સમાં કેનેડાની 19 વર્ષીય લેલા ફર્નાન્ડીઝ અને 18 વર્ષીય બ્રિટનની એમ્મા રાડુકાનુ ફાઈનલમાં પહોંચી ગઈ છે. રાડુકાનુ અને ફર્નાન્ડીઝ 1965 બાદ કોઈ પણ ગ્રાન્ડ સ્લેમના વિમેન્સ કેટેગરીના ફાઈનલમાં પહોંચનારી નવોદિત ખેલાડી બની ગઈ છે.

બ્રિટનની 150મો વર્લ્ડ રેન્ક ધરાવતી રાડુકાનુએ યુએસ ઓપનના સેમિફાઈનલમાં યૂનાનની 17મા ક્રમાંકની મારિયા સકારીને 6-1, 6-4થી પરાજિત કરી છે જ્યારે કેનેડાની 73મો રેન્ક ધરાવતી ફર્નાન્ડીઝે બીજા ક્રમાંકની આર્યના સબાલેન્કાને એક રોચક મુકાબલામાં 7-6(3), 4-6, 6-4થી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી છે.

યુએસ ઓપનમાં 1999 બાદ પહેલો પ્રસંગ છે જ્યારે વિમેન્સ ફાઈનલ રમનારી બન્ને ખેલાડી ટીનેજર્સ છે. બ્રિટિશ ખેલાડી 18 વર્ષની છે જ્યારે કેનેડિયન ખેલાડી 19 વર્ષની છે. આ પહેલાં 1999ના યુએસ ઓપનના ફાઈનલમાં પહોંચેલી સેરેના વિલિયમન્સની ઉંમર 17 વર્ષ હતી જ્યારે માર્ટીના હિંગિસ 18 વર્ષની હતી. વિલિયમ્સે હિંગિસને હરાવીને ટ્રોફી ઉપર કબજો કર્યો હતો.

રાડુકાનું અને ફર્નાન્ડીઝ પહેલાં અત્યાર સુધી 50થી ઉપરના વર્લ્ડ રેન્કીંગ ધરાવતી ત્રણ જ ખેલાડી યુએસ ઓપનના ફાઈનલમાં પહોંચી શકી છે. તેના પહેલાં ક્લિઝસ્ટર્સ (અનરેન્ક્ડ 2009), સ્લોએન સ્ટીફન્સ (નંબર-83, 2017) અને વિનસ (નંબર-66, 1997) જ પહોંચી છે.

ભારતીય મુળના અમેરિકી ખેલાડી રાજીવ રામે જીત્યો મેન્સ ડબલ્સનો ખિતાબ
બ્રિટનના સૈલિસબરી અને અમેરિકાના રાજીવ રામે બ્રિટનના જેમી મરે અને બ્રાઝીલના બ્રૂનો સોરેસને 3-6, 6-2, 6-2થી હરાવીને યુએસ ઓપન મેન્સ ડબલ્સનો ખીતાબ જીતી લીધો છે. વિશ્ર્વમાં ચોથા ક્રમાંકિત રાજીવ રામ અને સૈલિસબરીએ પાછલા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન બાદ પોતાનો બીજો ગ્રાન્ડસ્લેમ ખીતાબ જીત્યો છે. તે આ વર્ષે પોતાના એકમાત્ર અન્ય સ્ેમ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયન ઓપન રનર્સઅપ હતા.


Related News

Loading...
Advertisement
Advertisement