વૈજ્ઞાનિકોએ કાંચીડાની માફક રંગ બદલતી ‘કૃત્રિમ ત્વચા’ વિકસાવી

11 September 2021 11:40 AM
India Technology
  • વૈજ્ઞાનિકોએ કાંચીડાની માફક રંગ બદલતી ‘કૃત્રિમ ત્વચા’ વિકસાવી

આસપાસનાં વાતાવરણ મુજબ ત્વરીત રંગ પરિવર્તન કરતી આ ત્વચા એક માનવવાળ કરતાં પણ પાતળી

નવી દિલ્હી, તા. 10
દક્ષિણ કોરીયાના સંશોધકોએ દાવો કરતા કહ્યું છે કે તેઓએ એક કૃત્રિમ ત્વચા જેવી સામગ્રી વિકસાવી છે જે ઝડપથી આસપાસનાં વાતાવરણ સાથે મેળ ખાઇ તે રીતે રંગ બદલી શકે છે. કાંચીડાની જેમ આસપાસના પરીબળો મુજબ રંગ બદલી શકવાની ક્ષમતા ધરાવતી આ સ્કીન તાપમાન મુજબ ફેરફાર પામે છે. આ સ્કીનને એક ટીમે ખાસ શાહીથી બનાવી છે જે ફલેકસીબલ હીટરથી કંટ્રોલ થઇ શકે છે.

આ શોધ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકે જણાવ્યું કે સક્રિય નિયંત્રણ પ્રણાલી અને સંવેદન એકમો સાથે આ ડિવાઇસ કાંચીડા મોડેલ પર કામ કરે છે. આ ત્વચા તેની આજુબાજુ રહેલા વાતાવરણ સાથે મેળ ખાય તે મુજબ રંગ બદલી શકે છે.

ટીમનું નેતૃત્વ કરનાર વૈજ્ઞાનિકે કહ્યું કે, વાતાવરણ મુજબ આ ટેકનીક સક્રિય રૂપે રંગ અને પેટર્ન બદલે છે જે વિશેષ બાબત છે આ ત્વચાને પરીક્ષણ માટે કાંચીડા રોબોટને લાલ તેમજ લીલા રંગની સપાટી પર મુકવામાં આવતા તરત જ રંગ બદલતો જોવા મળ્યો. તેમાં સેન્સર દ્વારા જાણવા મળ્યા મુજબનાં રંગને માઇક્રોપ્રોસેસર અને પછી ચાંદીનાં નેતોવાયર હીટરમાં સ્થાનાંતરીત કરવામાં આવે છે હિટર જયારે નિશ્ચીત તાપમાને પહોંચે ત્યારે થર્મોક્રોમિક લિકવીડ ક્રિસ્ટલ સપાટીનો રંગ બદલે છે શોધકર્તા એ જણાવ્યા મુજબ આ ત્વચાની જાડાઇ અને માઇક્રોમીટરથી પણ ઓછી છે એટલે કે તે એક માનવ વાળ કરતાં પણ પાતળી છે આ ત્વચાને પહેરી શકાય તે રીતે વિકસીત કરી છે.તેને ભવિષ્યમાં ફેશન માટે મિલીટ્રી યુનિફોર્મમાં કે કાર અથવા ઇમારતોમાં બહારનાં ભાગમાં ઉપયોગમાં લઇ શકાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement