જાજરમાન: સુરતમાં સૌ પ્રથમવાર 7 કિલો સોના-જરીનાં રૂા.2 લાખની કિંમતમાં ચણીયાચોળી

11 September 2021 12:19 PM
Surat Gujarat
  • જાજરમાન: સુરતમાં સૌ પ્રથમવાર 7 કિલો સોના-જરીનાં રૂા.2 લાખની કિંમતમાં ચણીયાચોળી

અત્યાર સુધી માત્ર વારાણસીમાં જ આવા ચણીયાચોળી બનતા

સુરત તા.11
સુરતની 24 વર્ષિય ફેશન ડીઝાઈનરે 7 કિલોગ્રામ સોનાની જરીનાં ચમકદાર ચણીયાચોળી આજે પ્રદર્શિત થશે.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનાં ત્રિદિવસીય પ્રદર્શનમાં ભાવના પરચ્ચવાણીનાં આ ચણીયાચોળી આકર્ષણનું કેન્દ્ર બનશે. આજથી સુરત ખાતે આંતર રાષ્ટ્રીય એકઝીબીશન અને ક્ધવેન્શન સેન્ટરમાં 3 દિવસમાં સેલીબ્રેશનની શરૂઆત થઈ છે.

હજુ માત્ર વારાણસી પાસે જ સોનાની પરત ચઢાવી, ચાંદીના તારનો ઉપયોગ કરી આ પ્રકારનાં ભારેખમ ચણીયાચોળી બનાવવાની વિશેષતા હતી.સામાન્ય રીતે આ પ્રકારનાં ચણીયાચોળીનું કામ હાથથી જ કરવામાં આવે છે પરંતુ સૌ પ્રથમ વખત એવુ બન્યુ છે કે આ ચણીયાચોળીને અને રેપીયર લુમ મશીનનાં ઉપયોગથી બનાવ્યા છે.

અંદાજે 2 લાખની કિંમતનાં આ અનોખા ચણીયાચોળીને બનાવવા તેમણે વારાણસીનાં એક વિશેષજ્ઞને પસંદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ સુંદર ચણીયાનાં કપડાને શણગારવા અમારે 30 દિવસ લાગ્યા હતા તેમજ મશીનમાં અનેક ટેકનિકલ બદલાવ પણ કર્યા હતા. એક કિલો સોનાનાં દોરાની કિંમત અંદાજે આશરે 13 હજાર છે ચણીયાચોળી વિસ્ફોસ ફેબ્રિકસના ઉપયોગ કરીને બનાવાયા છે. જેને કૃત્રિમ રેશમ પણ કહેવાય છે.

લગ્નની સીઝનમાં સુરતમાં આ પ્રકારનાં ચણીયાચોળીની ખુબ માંગ રહે છે. 13 સપ્ટેમ્બર સુધી યોજાનારા આ એકઝીબીશનમાં ફેબ્રિક ડીઝાઈનરોને પ્લેટફોર્મ મળશે. દ.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષે જણાવ્યું કે આ કાર્યક્રમનો હેતુ શહેરનાં નાના મોટા તમામ કાપડ કારીગરોને એક પ્લેટફોર્મ આપી નવી દિશા તરફ લઈ જવાનો છે.


Related News

Loading...
Advertisement
Advertisement