રિયાલીટી શોમાં નોસ્ટેલ્જિક ફલેવર: વીતેલા જમાનાની ફિલ્મી હસ્તીઓ લોકોના દિલ જીતે છે

11 September 2021 04:48 PM
Entertainment
  • રિયાલીટી શોમાં નોસ્ટેલ્જિક ફલેવર: વીતેલા જમાનાની ફિલ્મી હસ્તીઓ લોકોના દિલ જીતે છે
  • રિયાલીટી શોમાં નોસ્ટેલ્જિક ફલેવર: વીતેલા જમાનાની ફિલ્મી હસ્તીઓ લોકોના દિલ જીતે છે
  • રિયાલીટી શોમાં નોસ્ટેલ્જિક ફલેવર: વીતેલા જમાનાની ફિલ્મી હસ્તીઓ લોકોના દિલ જીતે છે

ઈન્ડિયન આઈડલ, ધી કપિલ શર્મા શો, સુપર ડાન્સર સહિતના શોમાં રેખા, હેમામાલિની, ધર્મેન્દ્ર, શત્રુઘ્નસિંહા, બિન્દુ સહીતની સિનિયર હસ્તીઓ શોમાં છવાઈ ગયેલી.

મુંબઈ:
ટીવી ચેનલોમાં વિવિધ રિયાલીટી શોમાં વિતેલા જમાનાની હસ્તીઓ અનોખુ આકર્ષણ ઉભુ કરે છે.વિતેલા જમાનાના કલાકારો જેવા કે રેખા, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, પદમીની કોલ્હાપુરે, નિલમ, મૌસમી ચેટરજી, નીતુકપુર, ઝીન્નત અમાન, હેમામાલીની, જેકીશ્રોફ, શત્રુઘ્નસિંહા વગેરે રિયાલીટી શો ‘ઈન્ડિયન આઈડલ’ ‘સૂપર ડાન્સર’ તેમજ ‘ડાન્સ દિવાને’જેવા શોમાં જોવા મળ્યા છે. આ હસ્તીઓ માત્ર શોમાં હાજર જ નથી રહી બલ્કે તેમણે તેમનાં વિતેલા જમાનાનાં સ્મરણો પણ તાજા કર્યા છે.

તો પર્ફોમન્સ પણ રજુ કર્યા છે. અગાઉ ‘ધી કપિલ શર્મા શો’માં વિતેલા જમાનાનાં કલાકારો બિન્દૂ રણજીત, હેલન, આશાપારેખ, શત્રુઘ્નસિંહા, ઓડીયન્સને ભૂતકાળમા લઈ ગયા હતા અને તેમના સમયની સ્ટોરી શેર કરી હતી. આ ટ્રેંડ ચાલુ જ છે.

આ રીતે પ્રતિષ્ઠિત કલાકારો નવી પેઢી સાથે કનેકટ થાય છે.વરિષ્ઠ કલાકાર અને બોલીવુડના વિલન પ્રેમચોપરા કહે છે રિયાલીટી શોમાં વરિષ્ઠ કલાકારો આજે એક આકર્ષણ ઉભુ કરે છે. જયારે હું ડાન્સ દિવાનેના એક એપિસોડમાં ગયો હતો ત્યારે મારી પૂરી ફિલ્મ યાત્રા એક પર્ફોમન્સમાં રજુ કરાઈ હતી જે મને ખૂબ સ્પર્શી ગઈ હતી.

ફિલ્મ મેકર સુભાષધાઈ તાજેતરમાં બે રિયાલીટી શોમાં દેખાયા હતા. તેઓ જણાવે છે કે આવા શો નવોદિતોને વરિષ્ઠો સામે પ્રતિભા દેખાડવાની તક આપે છે અને અમારા જેવા માટે નવી પેઢી સાથે પરિચય કરાવે છે. પ્રતિષ્ઠિત એકટ્રેસ રીનારોય તાજેતરમાં ઈન્ડીયન આઈડલમાં દેખાઈ હતી. તે કહે છે-શોમાં ખૂબ જ સુંદર રીતે મારા ગીતો ગવાયા હતા. હું મારી ભુતકાળની યાદો વાગોળતા મને રોકી શકી નહોતી.

‘સુપર ડાન્સર’ના પ્રોડયુસર રણજીત ઠાકુર કહે છે કે શોમાં વિતેલા જમાનાના લોકપ્રિય કલાકારોની હાજરી નોસ્ટેલીજીક વાતાવરણ ઉભુ કરે છે અને ઓડીયન્સને જકડે છે. અમારૂ સરેરાશ ઓડીયન્સ 70-80 અને 90 ના દાયકામાં ઉછરેલુ છે. ‘ઈન્ડિયન આઈડલ’ના ક્રિએટીવ ડાયરેકટર નીરજ શર્મા જણાવે છે અમે નિરિક્ષણ કર્યું છે કે સ્ટાર્સની નવી પેઢીની તુલનામાં જુની પેઢી વધુ નિખાલસ છે. તે સમયના અભિનેતા-અભિનેત્રીઓમાં મ્યુઝીક સેન્સ વધુ જોવા મળી છે. તેથી તેઓ સ્પર્ધકોને બરાબર માર્ગદર્શન આપી શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement