સોમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં વિક્રમજનક 403 ધ્વજારોહણ

13 September 2021 01:44 PM
Veraval Dharmik
  • સોમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં વિક્રમજનક 403 ધ્વજારોહણ

વેરાવળ, તા. 13
પ્રથમ જયોર્તિર્લીંગ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં વિક્રમ જનક 403 ધ્વજારોહણ થયેલ છે. વિશ્વના 45 દેશોના શિવભકતોએ ડીઝીટલ સોશીયલ મીડીયા માધ્યમમાં ફેસબુક, યુ-ટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર સહીત ઓનલાઇન પૂજાવિધીઓ સાથે કુલ 6 કરોડથી વધુએ ભગવાન સોમનાથના દર્શન કરી ધન્યતા મેળવી છે અને સમગ્ર શ્રાવણ માસમાં રૂા.7,99,30,318 ભાવિકોએ વિવિધ સ્વરૂપે સોમનાથ મહાદેવને સમર્પિત કર્યાં છે.

વિશ્વ પ્રસિદ્ધ ભારત બાર જ્યોર્તિલિંગ પૈકી પ્રથમ જયોતિર્લીંગ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર ને આ વર્ષના પવિત્ર શ્રાવણમાં શિવભક્તોનો મળેલો અપાર પ્રેમ, શ્રદ્ધા, દ્રવ્ય સમર્પણ કદાચ મંદિરની સ્થાપના પછીનું પ્રથમવાર હશે. પવિત્ર શ્રાવણ માસમાં આ વર્ષ 2021 માં સોમનાથ દાદાના શિખરે 403 જેટલી ધ્વજાઓ ચડી છે. વર્ષ 2016 માં 161, વર્ષ 2017 માં 157, વર્ષ 2018 માં 231, વર્ષ 2019 માં 236, વર્ષ 2020 માં 153, વર્ષ 2021 માં 403 ધ્વજા ચડેલ છે.

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર આ વર્ષે પવિત્ર શ્રાવણમાં વિશ્વના 45 દેશોના ઘર-ઘરમાં ડીઝીટલ-સોશીયલ મીડીયા માધ્યમથી ફોટો, વીડીયોથી દર્શન ધન્ય બન્યા છે. જેમાં ફેસબુક ઉપર 2 કરોડ 72 લાખ, યુ-ટ્યુબ ઉપર 2 કરોડ 22 લાખ, ઇન્સ્ટાગ્રામ ઉપર 1 કરોડ 64 લાખ અને ટવીટર ઉપર 87,000 અને ઓનલાઇન પૂજાવિધીઓ પણ કરાવી કુલ 6 કરોડથી વધુ શિવભક્તોએ આ રીતે ધન્યતા મેળવી છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરીના માર્ગદર્શન હેઠળ કોરોના કાળમાં સ્થાનિક તેમજ ત્રણ જીલ્લાઓમાં કોરોના તથા વાવાઝોડામાં કરેલી અઢળક સહાય, સેવા અને લોકોના દુખમાં પડખે રહી તેનું જાણે રક્ષણ, આભાર ચુકવાતું હોય તેમ વિશાળ પ્રમાણમાં શિવભક્તો સોમનાથ આંગણે ઉમટી જુદી-જુદી સુવિધા સેવાઓનું ટ્રસ્ટને ચુકવેલ સમર્પિત મુલ્ય છે.


Related News

Loading...
Advertisement
Advertisement