ગોંડલમાં કષ્ટભંજન મંદિરે ગણેશ ઉત્સવમાં પૂજા-અર્ચના સહિતના કાર્યક્રમો

13 September 2021 01:57 PM
Gondal Dharmik
  • ગોંડલમાં કષ્ટભંજન મંદિરે ગણેશ ઉત્સવમાં પૂજા-અર્ચના સહિતના  કાર્યક્રમો

17 કિલો માટીના ગણપતિ દાદાની આબેહૂબ મૂર્તિની સ્થાપના

ગોંડલ, તા. 13
ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ભોજપરા ગામ પાસે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે આ માટે મંદિરના સ્વામી દ્વારા રાજકોટના કારીગરોની મદદથી આશરે 17 કિલો માટીના ગણપતિ દાદાની આબેહૂબ મૂર્તિ બનાવવામાં આવી છે.

આ મૂર્તિ બનાવતા કારીગરોને સાત દિવસ જેવો સમય લાગ્યો હતો મૂર્તિમાં તિરાડો ન થાય તેના માટે માટીમાં મુલ્તાની માટી, ચૂનો તથા ગાયનું ગોબર મિલાવવામાં આવ્યુ હતું. બાદમાં મોતી એન સ્ટોન નો શણગાર કરવામાં આવ્યો હતો મૂર્તિ શણગાર માટે ભગવતી સ્ટીલ શિંગળા પરિવારની બહેનોએ જહેમત ઉઠાવી હતી.

ગણેશ ઉત્સવમાં પ્રથમ દિવસે આરતીમાં ગુરુ હરિ સ્વામી, પૂજ્ય સીતારામબાપુ વડવાળી જગ્યા ગોંડલ, ગણેશભાઈ જયરાજસિંહ જાડેજા ભજપ યુવા અગ્રણી, સમીરભાઈ કોટડીયાપ્રમુખ પ્રતિનિધિ ગોંડલ નગરપાલિકા,રૂષિરાજસિંહ જાડેજા કારોબારી અધ્યક્ષ ગોંડલ નગર પાલિકા તેમજ જીગ્નેશભાઈ ઠુમ્મર વાહન શાખા અધ્યક્ષ સહિત નાઓ હાજર રહ્યા હતા.ઉત્સવ બાદ મંદિરના ગ્રાઉન્ડમાં જ કુંડ બનાવી તેમા વિસર્જન કરવામાં આવનાર છે, ઉત્સવ દરમ્યાન ધૂન ભજન સુંદરકાંડ તાથા સત્યનારાયણ ની કથા તેમજ ગણપતિ મહારાજની પૂજન વિધિ આરતી સહિત નું આયોજન કરાયું છે.


Related News

Loading...
Advertisement
Advertisement