ભયથી કાબુલ છોડી રહ્યા છે ખેલાડીઓ અને કલાકારો

13 September 2021 05:26 PM
India World
  • ભયથી કાબુલ છોડી રહ્યા છે ખેલાડીઓ અને કલાકારો

અફઘાનની મહિલા મુકકેબાજે છોડયો દેશ

દિલ્હી તા.13
અફઘાનની સતા પર તાલિબાનની મજબૂત પકડના કારણે અફઘાન સંગીત કલાકારો અને મહિલા ખેલાડીઓ જીવ બચાવવા દેશ છોડીને ભાગી રહ્યા છે અથવા પોતાના વાદ્યો છુપાવી રહ્યા છે. તાલિબાનના કબ્જા પછી સંગીત જગતના લોકો ડરી ગયા છે અને તેઓ તેમની ઓફીસ બંધ કરી રહ્યા છે અને કેટલાક લોકોએ તેમના સંગીતના સાધનો સ્ટોર રૂમમાં છુપાવી દીધા છે. કેટલાક કલાકારો અને ગાયકો અફઘાનીસ્તાનમાંથી પોતાનો જીવ બચાવ્યા બાદ પાકિસ્તાન જવાનું શરુ કર્યુ છે.

એવા જ એક ગાયક પાશુન મુનાવરએ કહ્યું કે જો આપણે આપણા વ્યવસાય છોડી દઈએ તો પણ તાલીબાન આપણને છોડશે નહી. તાલિબાનોએ કાબુલનો કબ્જો મેળવ્યો ત્યારથી તમામ કોન્સર્ટ રદ કરવામાં આવ્યા છે. તાલીબાનના પ્રવકતા ઝુબીહુલ્લાહ મુજાહીદે કહ્યું છે કે ઈસ્લામમાં જાહેરમાં સંગીત પર પ્રતિબંધ છે અને થોડા દિવસો બાદ લોક ગાયક ફવાદ અંદરૌલીને તેના ઘરમાંથી કાઢીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.

અફઘાનીસ્તાનની મહિલા મુકકાબાજ સીમા રેઝાઈએ રમત પ્રત્યેનો જુસ્સો ચાલુ રાખવા માટે પોતાનો દેશ છોડવો પડયો હતો. સીમા લાઈટવેટ બોકસીંગ ચેમ્પીયન છે. સીમા કતાર પહોંચી ગઈ છે અને યુએસ વિઝાની રાહ જોઈ રહી છે. અફઘાન ગાયક અજમલએ કહ્યું કે તાલિબાન સાથે અમારી કોઈ દુશ્મની નથી અમે તેને અમારો ભાઈ માનીએ છીએ પરંતુ તેને આપણુ કામ પસંદ નથી તેથી આપણે અસલામતી અનુભવી રહ્યા છીએ.

પાકિસ્તાન કલાકાર શાહજહાએ કહ્યું કે અફઘાન સંગીતને ચાહે છે અને અમે એવા કલાકારો અને ગાયકોને આવકારીએ છીએ. જેઓ અફઘાનીસ્તાનને આપણી ધરતી પર આવવા માટે સ્વાગત કરીએ છીએ.

કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કામ કરતી 80માંથી 12 મહિલાઓ નોકરી પર પરત આવી
કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કામ કરતી 80 મહિલાઓમાંથી માત્ર 12 જ પોતાની નોકરી પર પરત આવી છે. તાલિબાન અધિકારીઓએ જણાવ્યું કે સતા કબ્જે કર્યા બાદ પ્રથમ વખત અફઘાન પોલીસને સુરક્ષામાં તૈનાત કરવામાં આવી છે. આ સાથે મહિલાઓ પ્રથમ વખત કામ પર પરત ફરી છે. આ ઉપરાંત એરપોર્ટ પર અફઘાન પોલીસ પણ કામ પર ચડયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement