અમારા આગમનથી થયેલાં બદલાવને કારણે ભાજપ મજબૂર થયું: આમ આદમી પાર્ટી

13 September 2021 06:18 PM
India Politics
  • અમારા આગમનથી થયેલાં બદલાવને કારણે ભાજપ મજબૂર થયું: આમ આદમી પાર્ટી

ઉતરાખંડ-ગુજરાતનાં મુખ્યમંત્રી બદલવાથી લોકોનો ગુસ્સો અને આક્રોશ નહીં બદલે: ‘સપા’નાં નેતા

નવી દિલ્હી તા.13
આમ આદમી પાર્ટીનાં વરિષ્ઠ નેતા રાઘવ ચઢ્ઢાએ ગુજરાતનાં નવા મુખ્યમંત્રીની નિયુક્તિ પર પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે ઉતરાખંડ તેમજ ગુજરાતમાં મુખ્યમંત્રીની નેમપ્લેટ બદલવાથી લોકોનો બીજેપી પ્રતિ ગુસ્સો અને આક્રોશ બદલાશે નહી.

તેમણે ઉમેર્યું કે, ‘આપ’નાં રૂપમાં મજબૂત પડકાર મળવાને કારણે બીજેપીને મુખ્યમંત્રી બદલવા મજબૂર થવું પડયું છે. કોંગ્રેસ પક્ષ અપ્રભાવી તેમજ અસફળ વિપક્ષ સાબીત થયો છે જેને કારણે હાલ તેનું સ્થાન સફળતાપૂર્વક આમ આદમી પાર્ટીએ લીધું છે. તેમણે જણાવ્યું કે, ‘આપ’નાં આવવાથી બીજેપી અને કોંગ્રેસ વચ્ચેનો સંગીત ખુરશીનો ખેલ પુરો થઈ ગયો છે.

તેમણે કહ્યું કે, ઓપીનીયન પોલ મુજબ, ઉતરાખંડ અને ગુજરાતમાં ‘આપ’નો ગ્રાફ ઝડપથી આગળ વધી રહ્યો છે અને તેનાથી વધુ ઝડપે બીજેપી અને કોંગ્રેસનો ગ્રાફ નીચે ધસી રહ્યો છે. તેમણે રવિવારે પાર્ટી મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જે લોકો બીજેપી અને કોંગ્રેસને મત દેવા ઈચ્છતા નથી, તેમની પાસે હવે ‘આપ’ જ એકમાત્ર આશા છે.


Related News

Loading...
Advertisement
Advertisement