આવતીકાલે ઇસ્કોન મંદિરમાં રાધાષ્ટમી ભવ્ય રીતે ઉજવાશે

13 September 2021 06:18 PM
Dhoraji Dharmik
  • આવતીકાલે ઇસ્કોન મંદિરમાં રાધાષ્ટમી ભવ્ય રીતે ઉજવાશે

રાધારાણીનો જન્મોત્સવ તથા નૌકાવિહારનું દિવ્ય આયોજન

રાજકોટ, તા. 13
શ્રી શ્રી રાધાનીલમાધવ ધામ ઇસ્કોન મંદિર રાજકોટ ખાતે કાલે તા. 14ના મંગળવારે રાધાષ્ટમીની ઉજવણી ખૂબ જ ધામ ધૂમ પૂર્વક તેમજ સરકારની ગાઈડલાઇન્સનું પાલન કરીને સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ સેનિટાઇઝરનું પાલન કરીને કરવામાં આવશે.

અ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે ભગવાન કૃષ્ણના અવિર્ભાવ/ અવતરણના 15 દિવસ પછી ભગવાનની અંતરંગ શક્તિ શ્રીમતી રાધા રાણીએ રાધાષ્ટમીના દિવસે વૃષભાનુજી ને યમુના નદીમાં એક કમળના ફૂલ પરથી મળ્યા હતા. શ્રીમતી રાધારાણીનો રંગ પીગળતા સોના જેવો હતો જેથી તેઓ તપ્તકાંચન ગૌરાંગી ના નામથી પણ જાણીતા છે અને સમગ્ર વૃંદાવન અને વ્રજ ક્ષેત્ર ની અધિષ્ટાત્રી હોવાથી વૃંદાવનેશ્વરીના નામ થી જાણીતા છે.

રાધારાણી એ પરમ કરુણામયી છે અને તેમનો અવતરણ દિવસ એ ગૌડીય વૈષ્ણવો માટે એક મુખ્ય તહેવાર છે. આ ની ઉજવણી ઇસ્કોન મંદિર રાજકોટ માં ખૂબ જ ધામધૂમ પૂર્વક કરવામાં આવશે.

ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા રાધાષ્ટમીનો કાર્યક્રમ કાલે નીચે મુજબ રહેશે. કાર્યક્રમની શરૂઆત સવારે 4:30 વાગે મંગળા આરતી થી થશે. સવારે 8 વાગે ભગવાનના વિશેષ શ્રુંગાર દર્શન થશે. બપોરે 12 વાગે રાજભોગ ભગવાન ને ધરાવવા માં આવશે જેમાં રાધારાણીને પસંદગીના પકવાન જેમકે માલપુવા, અરબી નું શાક, પાત્રા વગેરે ધરાવવામાં આવશે. ત્યાર બાદ સાંજે 6 વાગ્યાં થી 9 વાગ્યાં સુધી પ્રવચન, નાટક અને નૌકા વિહાર નો કાર્યક્રમ છે. જેમાં રાધારાણી મહિમા પર મંદિરના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી પ્રવચન આપશે.

ત્યારબાદ મંદિરમાં ચાલતી શ્રી પ્રહલાદ સન્ડે સ્કૂલ ના બાળકો દ્વારા તૈયાર થયેલ શ્રીમતી રાધા રાણી અને ભગવાન કૃષ્ણ ની લીલા પર આધારિત નાટક પ્રસ્તુત કરવામાં આવશે તેમજ મંદિર ના મહિલા સત્સંગ મંડળ રાધારાણી સભા દ્વારા ભગવાન સમક્ષ નૃત્ય પ્રસ્તુત કરવામાં આવશે. અને સાંજે 6 થી 8:30 સુધી ભગવાન શ્રી શ્રી રાધા નીલમાધવ ના શ્રી ઉત્સવ વિગ્રહ (ઉત્સવ મૂર્તિ) ને નૌકા માં બેસાડી મંદિર પ્રાંગણ માં તૈયાર કરવામાં આવેલ સરોવર માં નૌકા વિહાર કરાવવામાં આવશે. ઉપરોકત કાર્યક્રમમાં રાજકોટની ધર્મપ્રેમી જનતાને પધારવા અનુરોધ થયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement