ગોંડલના ડૈયા ગામના સીમ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા ૧૮ લોકોનું રેસ્ક્યુ કરાયું

13 September 2021 08:32 PM
Gondal Rajkot Saurashtra
  • ગોંડલના ડૈયા ગામના સીમ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા ૧૮ લોકોનું રેસ્ક્યુ કરાયું

કલેકટર, ડી.ડી.ઓ તેમજ રિજિયોનલ કમિશનર સ્થળ પર હાજર રહ્યા : પાણીમાં ફસાયેલા પાંચ પુરુષો, સાત મહીલાઓ તેમજ છ બાળકોને સુરક્ષિત બહાર કઢાયા

રાજકોટ:
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ડૈયા ગામના સીમ વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ફરી વળતા આ વિસ્તારમાં ૧૮ જેટલા લોકો પાણીમાં ફસાઈ ગયા હતા. જેમનું ગોંડલ નગરપાલિકાની ટીમ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

કલેકટર અરુણ મહેશ બાબુ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી તેમજ રિજિયોનલ કમિશનર વરૂણ બરણવાલે સ્થળ પર ઉપસ્થિત રહી સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનને પૂરું પાડવા માર્ગદર્શન આપ્યું હતુ.

રેસ્ક્યુ કરાયેલા પાંચ પુરુષો, સાત મહીલાઓ તેમજ છ બાળકોને સફળતાપૂર્વક બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે.

Related News

Loading...
Advertisement
Advertisement