રાજ્યના 30 જિલ્લામાં શુન્ય કેસ: નવા 12 પોઝિટિવ સામે 16 દર્દીઓ સાજા થયાં

13 September 2021 08:46 PM
Rajkot Health
  • રાજ્યના 30 જિલ્લામાં શુન્ય કેસ: નવા 12 પોઝિટિવ સામે 16 દર્દીઓ સાજા થયાં

રાજકોટમાં ફરી શુન્ય કેસ: રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચ્યો: એક્ટિવ કેસની સંખ્યા ઘટીનેને 161 પર પહોંચી હતી

રાજકોટ:
રાજ્યમાં કોરોનાની અસર ધીમે ધીમે અલિપ્ત થતી હોય તેમ આજે નવા માત્ર 12 કેસ સામે આવ્યા હતા.જ્યારે 16 દર્દીઓ સાજા થયા હતા, જ્યારે રાજકોટ જિલ્લામાં આજે પણ શુન્ય કેસ નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.તેમજ 30 જિલ્લામાં આજે કોરોનાના કોઈ દર્દી નોંધાયા ન હતા. અને કુલ 8.25 લાખ સંક્રમિતોમાંથી 815386 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. આજે રિકવરી રેટ 98.76 ટકા યથાવત રહ્યો હતો. તેમજ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 161 પર પહોંચી હતી.

ગુજરાતના 30 જિલ્લા જેમાં અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ કોઈ નવો કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. જામનગર ગ્રામ્ય અને વડોદરા ગ્રામ્યમાં પણ શૂન્ય કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે એક પણ મોત નોંધાયું ન હતું. રાજયમાં કુલ 5 દર્દી વેન્ટિલેટર પર છે.જ્યારે 156 દર્દીઓ સ્ટેબલ છે.રાજ્યનો કુલ મૃત્યુઆંક 10082 તથા કુલ પોઝિટિવ કેસનો આંક 825612 પર પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલ કેસ
સુરત 7,વડોદરા 4 અને જામનગરમાં 1 કેસ નોંધાયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement