હવે કોરોના વેકિસનની ડિલીવરી ડ્રોનથી

14 September 2021 11:33 AM
India Top News
  • હવે કોરોના વેકિસનની ડિલીવરી ડ્રોનથી

ઉડ્ડયન મંત્રાલયે શરતો સાથે આપી મંજુરી : ડ્રોનથી વેકિસન-દવાની ડિલીવરી આંદામાન-નિકોબાર, મણીપુર,નાગાલેન્ડ જેવા અંતરિયાળ વિસ્તારોમાં આર્શીવાદરૂપ નીવડશે

નવી દિલ્હી તા.14
હવે ડ્રોનનાં માધ્યમથી કોરોના વેકિસનની ડિલીવરી થશે જેને આઈસીએમઆરે શરતો સાથે મંજુરી આપી છે. આ અંગેની વિગત મુજબ ઉડ્ડયન મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે તેણે અને નાગરીક ઉડ્ડયન મહા નિર્દેશાલય (ડીજીસીએ)એ ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) અને ભારતીય ટેકનીકલ ઈન્સ્ટીટયુટ (આઈઆઈટી) બોમ્બેને ડ્રોનનો ઉપયોગ કરવાની શરતો સાથે મંજુરી આપી છે.

માનવ રહીત વાયુયાન અર્થાત ડ્રોન સુરક્ષા કૃષિની સાથે સાથે ઈ-કોમર્સ, હવામાન, આપતિ વ્યવસ્થાપનમાં પર્યાપ્ત સહાયતા આપી રહ્યું છે હવે તેને સ્વાસ્થ્યનાં ક્ષેત્રમાં પણ ઉતારવામાં આવી રહ્યું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આઈસીએમઆરને આંદામાન નિકોબાર દ્વિપ સમુહ, મણીપુર, અને નાગેલન્ડમાં દુર-સુદુર અંતરીયાળ વિસ્તારોમાં રસીના વિતરણ માટે 3 હજાર મીટર સુધી ડ્રોનનાં ઉપયોગની અનુમતી અપાઈ છે.

બે દિવસ પહેલા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયાએ તેલંગણાનાં વિકારાબાદમાં પોતાની રીતે પહેલી મેડીસીન રોમ ધી સ્કાય (આકાશમાંથી દવા) યોજના શરૂ કરી હતી. જે અંતર્ગત ડ્રોનની મદદથી દવા અને રસીનો પુરવઠો પુરો પાડવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું કે ડ્રોનનાં ઉપયોગ માટે જે શરતો નકકી કરાઈ છે તેમાં ડ્રોનનું ડીઝીટલ રજીસ્ટ્રેશન અનિવાર્ય છે ડ્રોનની ઉપસ્થિતિ અને ઉડાનના બારામાં માહિતી આપવી ફરજીયાત ડ્રોનનાં વજન, સામગ્રીનું વજન વગેરેનો સમાવેશ થાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement