આઈટી રીટર્નની તારીખ તો વધી પણ વ્યાજનાં દંડ પર રાહત નહિં

14 September 2021 11:35 AM
Business India Top News
  • આઈટી રીટર્નની તારીખ તો વધી પણ વ્યાજનાં દંડ પર રાહત નહિં

31 જુલાઈ બાદ રિટર્ન ભરનાર કરદાતા પાસેથી માસીક 1 ટકાના દરે વ્યાજ વસુલાશે

નવી દિલ્હી તા.14
આવકવેરા વિભાગે પોતાના નવા પોર્ટલમાં મુશ્કેલીઓને જોતા રીટર્નની તારીખ વધારીને 31 ડીસેમ્બર જરૂર કરી નાખી પણ મોડેથી ભરાતા રીટર્ન પર લાગતા વ્યાજમાં કોઈ રાહત નથી આપી. આવકવેરા વિભાગનાં અધિકારીઓનું કહેવુ છે કે કરનુ ચુકવણુ નેટ બેન્કીંગથી થાય છે અને તેના માટે ઈ ફાઈલીંગ પોર્ટલનાં ઉપયોગની જરૂરત નથી જેમાં મુશ્કેલી આવી રહી છે. આથી 31 જુલાઈ બાદ રીટર્ન ભરનારા કરદાતાઓએ બાકી કર પર વ્યાજ આપવુ પડશે.

વ્યાજમાં રાહતની માંગ કરવામાં આવી હતી:
આવક વેરો જમા કરાવનાર વિભિન્ન વર્ગ આકલન વર્ષ 2021-22 માટે વ્યાજ જવાબદારી પર રાહત આપવા માટે કાયદામાં સુધારાની માંગ કરી રહ્યા હતા. 9 ઓકટોબરના પોતાના પરિપત્રમાં સીબીડીટીએ આઈટીઆર ભરવા અને અન્ય સમય સીમાઓને આગળ વધારતા જણાવ્યું હતું કે તારીખોનો વિસ્તાર ધારા 234 એ પર લાગુ નહી થાય કે જે આઈટીઆર ભરવામાં મોડુ થવા પર વ્યાજ ભરવાને સંબંધીત છે. અર્થાત વ્યાજમાં કરદાતાને કોઈ રાહત નહિં મળે.

એક ટકો માસીક વ્યાજ દંડ:
31 જુલાઈ બાદ રિટર્ન દાખલ કરનારાઓને જમા આવકવેરાના આધારે એક ટકો માસીક દંડ વ્યાજ આપવુ પડશે.જોકે આ દંડ એક લાખથી વધુનો આવકવેરો આપનારા પાસેથી લેવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement